ગુજરાતમાં શાળા કોલેજોના વિદ્યાર્થીઓની સત્ર ફી માફ કરવા માંગણી કરતા શ્રી પરેશ ધાનાણી

  • સ્વનિર્ભર શાળાઓને નાણાંકીય સહાય તથા વગર વ્યાજે લોન આપવા માંગ

અમરેલી,
કોરોનાની મહામારીથી પિડીત સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારી તથા ખાનગી શાળા કોલેજોના વિદ્યાર્થીઓની ચાલુ શૈક્ષણિક સત્રની સંપુર્ણ ફી માફ કરવા તથા સ્વનિર્ભર શાળાઓને ખાસ નાણાકીય સહાય તથા વગર વ્યાજે લાંબા ગાળાની લોન આપવા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી પરેશભાઇ ધાનાણીએ મુખ્યમંત્રીને રજુઆત કર્યાનું અખબારી યાદીમાં જણાવ્યુ છે. વધ્ાુમાં એવુ પણ જણાવ્યુ કે સરકાર વાલી વિદ્યાર્થીઓના હિતમાં માંગણી નહી સ્વીકારે તો ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા ઉપવાસ પ્રદર્શન કાર્યક્રમો યોજાશે તેમ પણ જણાવ્યુ છે.