- કોવેક્સિનના ૧૫ લાખ ડોઉ ઉપલબ્ધ થયા
બાળકો માટે કોરોનાની રસી ફરજિયાત નથી છતાં કોરોનાને હરાવવા માટે તમામ વાલીઓ સહકાર આપે અને પોતાના બાળકોને રસી મુકાવે તેવી અપીલ જયપ્રકાશ શિવહરેએ કરી છે. શિવહરેએ કહૃાું કે જે રીતે રસીકરણ દ્વારા દૃેશ પોલિયોમુક્ત બન્યો એમ કોરોનામુક્ત બનાવવા માટે સહકાર જરૂરી છે. ૧૫થી ૧૮ વર્ષના કિશોરોના રસીકરણ માટે ૧ જાન્યુઆરીથી કૉવિન એપ પર રજિસ્ટ્રેશન કરી શકાશે. જન્મતારીખનો ઉલ્લેખ હોય એવું સ્કૂલના રિઝલ્ટનું કોઈપણ પ્રમાણપત્ર માન્ય રહેશે. સાથે જ સ્કૂલ આઇડી કાર્ડ પણ માન્ય રહેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩જી જાન્યુઆરીથી ૧૫થી ૧૮ વર્ષના બાળકોને વેક્સિનેશનની શરૂઆત કરવાની જાહેરાત કર્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ૧૫થી ૧૮ વર્ષની વયના ૨૬ લાખ બાળકોનો ડેટા તૈયાર કરી દીધો છે. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ કહૃાું કે આ વયજૂથના મોટાભાગનાં બાળકો સ્કૂલ ગોઇંગ છે જેથી વેક્સિનેશન માટે સ્કૂલોમાં કેમ્પ કરવામાં આવશે.