ગુજરાતમાં ૨૩ આઈએએસ અધિકારીઓ બાદ હવે સિનિયર આઈપીએસની ટ્રાન્સફરો છે તૈયાર!..

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દિવાળી આસપાસ જાહેર થવાની શક્યતાઓ છે. આ પહેલાં જ રાજ્યમાં ૨૩ આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. હવે રાજ્યમાં સિનિયર આઈપીએસની બદલી માટેનો તખતો તૈયાર કરી દૃેવામાં આવ્યો છે. ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ કોઈપણ સમયે બદલીનો ઓર્ડર થઈ શકે છે. ચૂંટણીમાં કાયદૃો વ્યવસ્થા માટે સરકારી કર્મચારીઓની નિયમ પ્રમાણે બદલી થવી અનિવાર્ય છે.જેના કારણે ૨૩ આઈએએસની બદલી કરી દૃેવામાં આવી છે અને હવે સિનિયર આઇપીએસ અધિકારીની કોઈ પણ સમયે બદલી થશે તેમ નક્કી થઈ ગયું છે. સિનિયર આઈપીએસ અધિકારીમાં આઈજી, એડીડીજીપી સહિતના અધિકારીઓની બદલી થઈ શકે છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના સમયે અનેક રાજકીય પક્ષો દ્વારા પોત પોતાની રીતે પ્રચાર શરૂ કરવામાં આવી રહૃાા છે. બીજી તરફ સરકારમાં પણ ચૂંટણીલક્ષી પ્રક્રિયાઓ શરૂ કરાઈ છે. જેમાં નિયમ પ્રમાણે અધિકારીઓ અને કર્મચારીને બદલી પ્રક્રિયા શરૂ કરી દૃેવામાં આવે છે. તાજેતરમાં કરવામાં આવેલી ૨૩ આઈએએસની બદલી પણ આ પ્રક્રિયાના લીધે કરવામાં આવી છે.દિલ્હીથી ગુજરાત આવનારા નેતાઓની અવરજવરને કારણે આઈપીએસ અધિકારીઓની બદલી અટકી હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ હવે ગમે ત્યારે ચૂંટણી પંચ ચૂંટણીની જાહેરાત કરી શકે છે. હવે આઈપીએસ અધિકારીઓમાં જેમની બદલી કરવાની છે તેમનું લિસ્ટ તૈયાર થઈ ગયું હોવાની વિગતો જાણવા મળી છે. તેમની ગમે તે સમયે બદલી કરવામાં આવશે. આઈપીએસ અધિકારીઓની બદલી ઘણા સમયથી ટલ્લે ચડી રહી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજ્યની મહત્વની રેન્જમાંથી આઈજી તેમજ એડિશનલ ડીજી અને ક્યાંક પોલીસ કમિશનર કક્ષાના અધિકારીની પણ બદૃલી કરવામાં આવે તેવું હાલ જાણવા મળ્યું છે. અગાઉ અમદૃાવાદમાં ૧૩ પીઆઈને પોલીસ કમિશનરે શહેરના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપ્યું, જેમાં એસ.જે. ભાટિયાને નરોડા, બી.ડી. ગોહિલને રાણીપ, એ.ડી. ગામીતને કંટ્રોલ રૂમ, ડી.બી.પટેલને સાયબર ક્રાઈમ, વી.જે. ફર્નાન્ડિસને ટ્રાફિક, પી.એચ.ભાટીને ગાયકવાડ હવેલી ફસ્ટ, પી.બી.ઝાલાને ટ્રાફિક, કે.પી.સોરઠિયાને સાયબર ક્રાઈમ, બી.એમ. પટેલને કૃષ્ણનગર, સી.જી. જોશીને વાડજ, એમ.ડી.ચંપાવતને સ્પેશિયલ બ્રાંચ, પી.બી.દૃેસાઈને સ્પેશિયલ બ્રાંચ, પી.વી.વાઘેલાને શાહપુરમાં જ્યારે વાડજના બી.એલ.વડુકરને નારણપુરા, નરોડાના કે. વાય.વ્યાસને સેટેલાઈટ, કૃષ્ણનગરના એ.જે.ચૌહાણને કાલુપુર ફસ્ટ તેમજ ગાયકવાડ હવેલીના આર.એચ.સોલંકીને કંટ્રોલ રૂમમાં મુકાયા છે. ગાંધીનગર જિલ્લા પોલીસવડા તરુણ દૃુગ્ગલે દશેરાની પૂર્વ સંધ્યાએ ગંજીપો ચીપીને જિલ્લાના ૧૩ પોલીસ-ઈન્સ્પેક્ટરોની બદલી કરી દૃેવામાં આવી છે, જ્યારે ખાતાકીય પરીક્ષા પાસ કરીને બઢતી મેળવનાર પાંચ પીએસઆઇને પણ પોલીસ મથકોમાં નિમણૂક કરી દૃેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસવડાનું મહત્ત્વનું અંગ ગણવામાં આવતી લોકલ ક્રાઇમ બ્રાંચ ૧ અને ૨ના બંને પીઆઈની જામનગર અને જૂનાગઢ બદલી થતાં લોકલ ક્રાઇમ બ્રાંચમાં કોની નિમણૂક થાય છે, એના પણ સૌ કોઇની મીટ મંડાયેલી છે. ત્યારે ડીવાયએસપી એમ કે. રાણા વય નિવૃત્ત થતાં ગાંધીનગર ડિવિઝનના નાયબ પોલીસ અધીક્ષક તરીકે ડીએસ પટેલે પણ વિધિવત્ ચાર્જ સંભાળી લીધો છે.