ગુજરાતી અભિનેત્રી મેઘના રોયનું ૬૬ વર્ષની વયે નિધન

૨૦૨૦નું વર્ષ બોલિવૂડ, ટેલીવૂડ અને ગુજરાતી સિમેનાજગત માટે ખુબ જ દુ:ખ દાયક રહૃાું છે. હિન્દી અને ગુજરાતી ફિલ્મ જગત અને ટીવીના કેટલાક અભિનેતાઓ અને અભિનેત્રીઓ આ ચાલુ વર્ષે આ દૂનિયાને અલવીદા કહી ગયા છે. ત્યારે આજે ફરી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતી અભિનેત્રી મેઘના રોયનું ૬૬ વર્ષની વયે નિધન થઈ ગયું છે.

અભિનેત્રી મેઘના રૉયે તાજેતરમાં આઠ ડિસેમ્બરે પરિવારે તેમનો જન્મદિવસ પણ ઉજવ્યો હતો. ગુજરાતની રંગભૂમિ, ફિલ્મ્સ અને સિરિયલોમાં ઘણું યોગદાન આપ્યું છે. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીને અને ખાસ કરીને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બહુ જ ખોટ પડશે.

તમને જણાવી દઇએ કે, અભિનેત્રી મેઘના રોયે ‘જય જય સંતોષી માં જેવી ઘણી બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. એક મહલ હો સપનોં કા, ત્રણ વહુરાણીઓ જેવી ઘણી સીરિયલ્સમાં તેમણે મુખ્ય ભૂમિકા નિભાવી છે. તો તેમને ગુજરાતી સિનેમાં અને થિયેટરમાં તેમના યોગદાન માટે તેમને ૧૨ ગુજરાતી સ્ક્રીન એવોર્ડ્સમાં લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સમ્માનિત પણ કરવામાં આવ્યા હતા.