ગુજરાતી ગાયક અને સંગીતકાર દર્શન રાવલ કોરોના પોઝિટિવ

મૂળ ગુજરાતી અને બોલીવૂડમાં ખુબ જ નાની ઉંમરમાં પોતાનું નામ રોશન કરનાર ગાયક, સંગીતકાર, ગીતકાર અને અભિનેતા દર્શન રાવલને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહૃાા છે. ગીતકાર દર્શન રાવલ કોરોના પોઝિટિવ આવ્યા છે અને તેઓ હાલ હોમ કોરોન્ટાઈન થયા છે અને ત્યાં જ સારવાર અપાઈ રહી છે. સિંગર દર્શન રાવલે ટ્વિટર પર માહિતી આપી હતી કે, તેને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ તેણે પોતાની જાતને હોમ કોરોન્ટાઈન કરી છે. તેને ડોકટરો દ્વારા સૂચવવામાં આવેલી દવા પણ લેવાનું શરૂ કરી દીધું છે. તેણે પોતાના ચાહકોને પણ ચિંતા ન કરવાનું કહૃાું હતું.

તેને કહૃાું કે કે તે પોતાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. અગાઉના દિવસે દર્શન રાવલે એક પોસ્ટ શેર કરીને કોરોના રિપોર્ટ કરાવ્યો હોવાની વાત જણાવી હતી. દર્શન રાવરે પોતાની ટ્વિટર પોસ્ટમાં જણાવ્યું હતું કે,  રિપોર્ટની રાહ જોઈ રહૃાા છું, તે હજુ સુધી આવ્યો નથી. પરંતુ આરામ અને દવા ચાલુ છે, રિપોર્ટ આવતાની સાથે જ હું તમને જાણ કરીશ. ચિંતા કરશો નહીં, લવ યૂ ઓલ. ટૂંક સમયમાં દર્શનનું નવું સોંગ રબ્બા મેહર કરી આવવા જઈ રહૃાું છે. આ સોંગ ૧૮ ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

ત્યારે ખરાબ તબિયતના કારણે ફેન્સ દર્શનને સોંગ રિલીઝની ડેટ પાછળ ધકેલવાનું કહી રહૃાા છે. તેના ફેન્સનો પ્રેમ અને પ્રતિસાદ જોઈને દર્શને એજ તારીખે સોંગ રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. દર્શન રાવલ એક ગુજરાતી ગાયક, સંગીતકાર, ગીતકાર અને અભિનેતા છે. તેનો જન્મ ૧૮ ઓક્ટોબર ૧૯૯૪ના રોજ અમદાવાદ, ગુજરાતમાં થયો હતો. તેઓની પ્રથમ પ્રખ્યાતતા ઈન્ડિયાસ રો સ્ટાર નામના ભારતીય સંગીત રીયાલિટી ટીવી શોમાં દ્વિતીય સ્થાન મેળવતા મળી હતી. ત્યારબાદ તેઓ પોતાની બોલીવૂડની કામગીરી માટે પ્રખ્યાત બન્યા. એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે હિમેશ રેશમિયાએ તેમને બોલીવૂડમાં કારકિર્દૃી સ્થાપવામાં મદદ કરી હતી