ગુજરાતી ગાયક કલાકારનું લંડનમાં મોત, ચાહકો શોકમાં

ગુજરાતી યુવકનું લંડનમાં મોત થયું છે. લંડનના પ્રખ્યાત ગાયક કલાકાર વિજય ગઢવીનું કોરોનાના સંક્રમણથી અવસાન થયું છે. વિજય ગઢવીના અવસાનથી પરિવાર પર આભ તૂટ્યું છે, ચાહકોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ છે. ત્યારે વિદૃેશમાં સ્થાયી થયેલા આશાસ્પદ યુવકનો કોરોનાએ ભોગ લીધો છે.
પ્રાપ્ત માહિત અનુસાર, પ્રખ્યાત ગુજરાતી ગાયક કલાકાર વિજય ગઢવીનું લંડનમાં અવસાન થયું છે. મૂળ મહેમદાવાદના વતની વિજય લંડનમાં સ્થાયી થયા હતા. થોડા જિવસો અગાઉ કોરોના સંક્રમણના લક્ષણો દૃેખાતો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સારવાર બાદ સ્વસ્થ બની બે દિવસ અગાઉ જ હોસ્પિટલમાંથી રજા મેળવી હતી.
ગતરોજ પુન: તબિયત બગડતા સારવાર અર્થે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્ર્વાસ લીધો હતો. ત્યારે વિજય ગઢવી લંડનમાં પ્રખ્યાત ભારતીય કલાકાર હતા. વિજય ગઢવીના અવસાનથી પરિવાર પર આભ તૂટ્યું છે, ચાહકોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ છે. ત્યારે વિદૃેશમાં સ્થાયી થયેલા આશાસ્પદ યુવકનો કોરોનાએ ભોગ લીધો છે.