ગુજરાતી સાહિત્યની લોકાભીમુક્તામાં મોરારીબાપુનું પ્રદાન વિષયે પીએચડી કર્યુ

  • શ્રી રોહીત ગોંડલીયાએ ડોકટરેટ મેળવી ગૌરવ વધાર્યુ

અમરેલી,
ગુજરાતી સાહિત્યની લોકાભીમુક્તામાં મોરારીબાપુનું પ્રદાન એક અધ્યયન વિષય સાથે રોહીતભાઇ ગોંડલીયા દ્વારા સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં મહાશોધ નિબંધ રજુ કરવામાં આવ્યો હતો જેમાં યુનીવર્સીટી ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ ડો. નિતીન વડગામાના માર્ગદર્શન નીચે તૈયાર થયેલ નિબંધને યુનીવર્સીટીએ માન્ય રાખી પીએચડીની પદવી એનાયત કરી છે આ શોધ નિબંધની વિશેષતા છે કે મોરારીબાપુની જન્મ તા. 25-9-1946 માનવામાં આવે છે પરંતુ શંસોધન પ્રમાણે 2 માર્ચ 1946 ગણવામાં આવી છે મોરારીબાપુની વસાંવલી સહિત 15 પાનાના પરિચયમાં વિગતો આપી છે જેમાં સંશોધન પાંચ પ્રકરણમાં વિભાજીત છે. ગુણવંતશાહ, વિનોદ જોષી, હરીશચંદ જોષી, સુમન શાહ, કિર્તીદાન ગઢવી, માયાભાઇ આહીર કે અન્ય સાહિત્ય મહારથીઓના અહોભાવ કે ટીકા ટીપ્પણીમાંથી સંશોધક દુર રહયા છે આ શંસોધનની વિશેષ મર્યાદા બને છે.