ગુજરાતે ખરા અર્થમાં પ્રજાલક્ષી કાર્ય કરનાર શાસક ગુમાવ્યા છે : હરેશ બાવીશી

  • સૌરાષ્ટ્ર અને ગુજરાતના છેવાડાના સૌ કોઇનું હિત જોનાર પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઇ પટેલની ખોટ કદીયે નહીં પુરાય

 

અમરેલી,
સૌરાષ્ટ્રના નાના એવા મધ્યમવર્ગના લેઉવા પટેલ પરિવારમાં જન્મ લઇને લોટ દળવાની ઘંટીના સામાન્ય વ્યવસાઇથી લઇને છ કરોડની આબાદી ધરાવતા ગુજરાતનું સફળ સંચાલન કરી ચૂકેલા ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી તથા સોમનાથ મંદિરના ચેરમેન કેશુભાઇ પટેલનું 92 વર્ષની વયે નિધન થવાથી સૌરાષ્ટ્ર અને ગુજરાતે ખરા અર્થમાં ગુજરાતના નાથ ગુમાવ્યા છે. જેની ખોટ કદીયે નહીં પુરાય, ટ્રેકટરને આધુનિક ગાડાનું સ્વરૂપ આપવાથી લઇને ગુજરાત અને સૌરાષ્ટ્રના ગામે-ગામ ચેક ડેમોનું નિર્માણ કરીને ગુજરાતને દિલથી હરિયાળું બનાવીને ગુજરાતના ખેડૂતોને ખરા અર્થમાં પગભર બનાવવાના સાચા પ્રયાસ કરીને પૂ. બાપા તરીકે સ્થાન પામેલ ગુજરાતના પૂર્વ ર મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ કરેલા લોકહિતના કાર્યો તથા સર્વાગીવિકાસની યોજનાઓ કાયમ યાદ રહેશે. મુખ્યમંત્રી તરીકેની તેમની કાર્યપ્રવૃતિ ન ભૂતો ન ભવિષ્યતિ સાબિત થશે તેમા શંકાને કોઇ સ્થાન નથી.