ગુજરાત પોલીસનાં સિંઘમ શ્રી નિર્લિપ્ત રાયનું ડીજીપી ડીસ્કથી સન્માન

  • અમરેલી જિલ્લાના પોલીસ બેડામાં આનંદનો અવસર : ડીજીપી શ્રી શિવાનંદ ઝાના હસ્તે
  • આરોપીના છરીના ત્રણ-ત્રણ ઘા લાગવા છતા આરોપીને પકડી રાખી બહાદુરી દેખાડનાર કોન્સટેબલ શ્રી મહેન્દ્રભાઇ વાળાનું પણ સન્માન કરાયું

અમરેલી,
અમરેલી જિલ્લાના પોલીસ બેડામાં આનંદનો અવસર આવ્યો છે રાજયના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાના હસ્તે અમરેલીના એસપી અને ગુજરાત પોલીસના સિંઘમ શ્રી નિર્લિપ્ત રાયનું ડીજીપી ડીસ્કથી સન્માન કરવામાં આવ્યું છે અને સાથે સાથે આરોપીના છરીના ત્રણ-ત્રણ ઘા લાગવા છતા આરોપીને પકડી રાખી બહાદુરી દેખાડનાર કોન્સટેબલ શ્રી મહેન્દ્રભાઇ વાળાનું પણ સન્માન કરાયું છે.ગુજરાત પોલીસમાં સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારી, અધિકારીને મેડલ એનાયત કરવાનો પ્રારંભ થયો છે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસદળમાં સારી કામગીરી કરનાર કર્મચારીઓનો “જોશ’ જળવાઈ રહે તે માટે સ્તુત્ય પ્રયોગ કર્યો છે. પોલીસ તંત્રના તમામ વિભાગ(સંવર્ગ)ના 110 યોગ્યતા ધરાવતા કર્મચારી, અધિકારીને “ડીજીપી પ્રશંસા મેડલ’ એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમા ગુજરાતભરમાં પોતાની કામગીરીથી અલગ તરી આવતા અને અનેક ચમ્મરબંધીઓને પણ કાયદાનું પાલન કરતા શિખવનારા અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાયનું ઉત્કૃષ્ઠ સેવા બદલ તથા ધારીના સેમરડીના બનાવમાં આરોપીઓના છરીના ત્રણ ત્રણ ઘા વાગવા છતા રીઅલ ફીલ્મમાં આવે તેમ આરોપીને પકડી રાખનાર અને જેના કારણે આખા સેમરડી ગામ અને આસપાસના વિસ્તારનો દાદાગીરીથી છુટકારો થયો છે તેવા બહાદુર પોલીસ કોન્સટેબલ મહેન્દ્રભાઇ વાળાને સન્માનિત કરાતા તેઓની ઉપર અભિનંદનનો વરસાદ વરસ્યો છે.