ગુજરાત ભરના હનીટ્રેપ નેટવર્કનો પર્દાફાશ : ગેંગ પકડાઇ

  • છોકરીના ગુડ મોર્નિગ અને હાઇ કેમ છો ડાર્લીગ ? ના મેસેજમાં આવી ગયેલ બેંક કર્મચારીએ શ્રી નિર્લિપ્ત રાયની મદદ લીધી 
  • લીલીયાના ભોરીંગડાના યુવાનને જુનાગઢની શબાના બાબી સહિત 5 શખ્સોએ ફસાવી એક લાખ ખંખેર્યા હતા

અમરેલી,
લીલીયા તાલુકાના ભોરીંગડા ગામના બેંકના પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરતા યુવાનને હનીટ્રેપમાં ફસાવીને વોટ્સએપ ઉપર મેસેજની આપલે કરી મોજ માટે મળવા બોલાવીને અપહરણ કરનાર અને સ્ક્રીન રેકોર્ડીગનો ઉપયોગ કરી એક લાખની રકમ ખંખેરી લેનાર ગેંગને અમરેલીની એસઓજીએ પકડી પાડતા ગુજરાતભરનાં હનીટ્રેપના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આ બનાવ અંગેની વિગતો એવા પ્રકારની છે કે લીલીયા તાલુકાના ભોરીંગડા ગામે રહેતા વિજય ધીરૂભાઇ પરમાર ઉ.વ.26ના મોબાઇલ ઉપર વોટ્સએપમાં બે મહિના પહેલા ગુડ મોર્નિગનો મેસેજ આવેલ અને તેના રિપ્લાયમાં ગુડ મોર્નિગ મેસેજ કર્યા બાદ હાઇ કેમ છો ડાર્લીગ તેવો મેસેજ આવતા ડાર્લીગ કોણ તેવુ પુછતા હવે તમે ન ઓળખો તેવો જવાબ મળેલ અને મનીષા પટેલ એવુ નામ આપ્યું હતુ અને વિજય પરમાર સાથે વોટ્સએપમાં મેસેજની આપલે થતી હતી થોડા દિવસ પછી વોટ્સએપ ઉપર વિડીયો કોલ આવેલ અને મનીષા પટેલ નામની છોકરીએ વાત શરૂ કરેલ.આ છોકરીએ વોટ્સએપ મેસેજ અને વિડીયો કોલથી વિજયને પ્રેમ જાળમાં ફસાવેલ અને તેને રૂબરૂ બાબાપુર તરવડા વચ્ચેેની સીમમાં બોલાવેલ જ્યાં મનીષા પટેલની સાથે બીજા બે શખ્સો હાજર હતા તેણે વિજયનું અપહરણ કરી માર મારી જુનાગઢ લઇ જઇ રૂમમાં પુરી દીધો હતો અને છુટવા માટે પાંચ લાખની માંગણી કરી બળાત્કારના ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને એક લાખ પાંચ હજાર પડાવી લીધા હતા જો વધ્ાુ પૈસા ન આપે તો મોબાઇલમાં થયેલ સંદેશા અને વિડીયો કોલનું સ્ક્રીન રેકોર્ડીગ કર્યુ હોય તે વિડીયો અને ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી દોઢ લાખ બીજા પડાવ્યા હતા અને બાકીના આંગડીયામાં રૂપીયા મોકલવા બ્લેકમેલીંગ શરૂ કર્યુ હતુ આથી મુંજાયેલ વિજય પરમારે એસપીશ્રી નિર્લિપ્ત રાયનો સંપર્ક કરી મદદ માંગતા તેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને એસપીશ્રીએ આ ગેંગને પકડવા એસઓજીની અલગ અલગ ટીમ બનાવી માર્ગદર્શન આપતા એસઓજીના શ્રી મહેશ મોરી અને એસઓજીની ટીમે ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇંટેલીજન્સને કામે લગાડી ગાવડકા ચોકડીએથી આ ગેંગને પકડી હતી ગેંગના મુખ્ય સુત્રોચાર બટુક ઉર્ફે રણવીર નારણ મોણપરા રે. કુબા તા. વિસાવદર તથા શબાના ઉર્ફે હંસાબા ઉર્ફે મનીષા પટેલ તે અમીનખાન બાબીની પત્ની ઉ.વ.40 રે. સુખનાથ ચોક મોચી ગલી, જુનાગઢ અને બીલખાના જયેશ ઉર્ફે ભલો કિશોર ખાવડુ રે. રાવતપરા શેરી નં.2 બીલખાને પકડી પાડયા હતા આ ગેંગની પુછપરછ કરી રોકડા રૂા. 1 લાખ 65 હજાર તથા અલ્ટો કાર જીજે11 સીડી 0560 અને પાંચ મોબાઇલ મળી 5 લાખ 80 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.

40 વર્ષની સ્વરૂપવાન શબાનાને જોઇ વિડીયો કોલમાં અનેક લપસી જતા હતા

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન બહાર આવેલી વિગતો પ્રમાણે શબાનાનો પતિ કોઇ અન્ય વ્યવસાયમાં છે અને શબાના પહેલા મેસેજ અને ત્યાર બાદ વિડીયો કોલીંગ કરે ત્યારે તેણે નક્કી કરેલો ટારગેટ તેને જોઇને જ ચિત થઇ જતો હતો તેટલી સ્વરૂપવાન 40 વર્ષની શબાના હતી અને અધુરામાં પુરૂ વિડીયો કોલીંગ દરમિયાન શબાના પોતાના અને ટારગેટના ગુપ્ત ભાગો પણ ઉઘાડા કરતી હતી ફર્ક એટલો હતો કે ટારગેટને ખબર ન હતી કે તે બકરો બની રહયો છે અને શબાના પોતાના મોબાઇલના સ્ક્રીન રેકોર્ડરથી તમામ બાબત રેકોર્ડ કરી લેતી હતી જેનો ઉપયોગ તે બકરાને બ્લેકમેલ કરવામાં કરતી હતી.

ગેંગનો મુખ્ય સુત્રધાર બટુક શિકાર શોધવા નીકળતો

ગેંગનો મુખ્ય સુત્રધાર બટુક મોણપરા આશાનીથી ફસાઇ શકે તેવા બકરાઓ શોધતો હતો અને તેના પરિચિત પાસેથી મોબાઇલ નંબર લઇ શબાનાને આપતો હતો ત્યાર પછી શબાના મોબાઇલ ઉપર આ બકરાને ચારો નાખી ફસાવતી હતી.

વિજયના કુટુંબી ભાઇએ જ ગેંગને મદદ કરી હતી

ભોરીંગડામાં રહેતા અને બેંકમાં કામે લાગેલા વિજય પરમારના કુટુંબી ભાઇ પ્રદિપ ઉર્ફે પદુ ભુપત પરમાર ઉ.વ.32 ધંધો નાસ્તાની દુકાન રે. ભોરીંગડાએ હનીટ્રેપ માટે ગેંગને શિકાર તરીકે વિજય બતાવ્યો હતો અને ગેંગે તેણે શિકાર બનાવ્યો હતો.

ગેંગની આગવી ઢબે જાતે પુછપરછ કરતા એસપીશ્રી નિર્લિપ્ત રાય

પોલીસના હાથમાં પકડાયેલી ગેંગના પાંચેય સભ્યોની એસપીશ્રી નિર્લિપ્ત રાયએ વિશિષ્ટ રીતે અને પરંપરાગત ઢબે તથા વૈજ્ઞાનીક ઢબે પુછપરછ કરી હતી અને પોલીસને માર્ગદર્શન આપ્યું હતુ.

અમારી ભુલ થઇ ગઇ કે અમે અમરેલીમાં શિકાર કર્યો

પકડાયેલ ગેંગએ કબુલ કર્યુ હતુ કે અમારી અમરેલી જિલ્લામાં આવી અને હનીટ્રેપ ગોઠવી શિકાર કરવાની મોટી ભુલ હતી તેના કારણે અમે આજે પકડાયા છીએ નહીતર આવી રીતે કેટલાય બકરાને વધેરી નાખ્યા છે.

ધારીના ભાડેરનો સાજણ ગઢવી પણ ગેંગનો સભ્ય નીકળ્યો

અમરેલી પોલીસની પુછપરછમાં સાજણ ઉર્ફે ગઢવી નાથાભાઇ માલીયા રે. ભાડેર પણ આ ગેંગનો સભ્ય હોવાનું ખુલ્યુ હતુ અને તેણે બીજી હનીટ્રેપમાં મદદ કરી હોવાનું બહાર આવતા પોલીસે પદુ અને સાજણ મળી કુલ પાંચની ધરપકડ કરી હતી.

જુનાગઢ, અમદાવાદ, જેતપુર સહિત સાત જગ્યાએ હનીટ્રેપ કરી હતી

હનીટ્રેપનો સુત્રધાર બટુકે સાવરકુંડલા શહેરમાં 2017 માં હનીટ્રેપ કરેલ ત્યાર પછી ધારીમાં એકાદ વર્ષ પહેલા શબાનાનો હંસાબા તરીકે ઉપયોગ કરી હનીટ્રેપ ગોઠવેલ ગયા મહિને જેતપુરમાં ભરતભાઇ પાનસુરીયાને ફસાવેલ તથા ત્રણ મહિના પહેલા જેતપુરના જ ભરતભાઇ ગોંડલીયાને પોતાના રહેણાંક મકાને શબાનાએ બોલાવી ખંખેર્યા હતા. આઠેક મહિના પહેલા મુળ બગસરાના અને હાલ અમદાવાદ રહેતા ભરતભાઇ કાપડીયાને ફસાવી આણંદ ફાર્મ હાઉસમાં બોલાવી 90 હજાર પડાવેલ તથા ત્રણ માસ પહેલા જ જુનાગઢના જયેશભાઇ પટેલને પણ આવી જ રીતે બોલાવી 50 હજાર પડાવેલ પાંચ છ માસ પહેલા જુનાગઢના રાહુલભાઇ પટેલ પાસેથી 10 હજાર પડાવેલ.

ગેંગની હનીટ્રેપમાં અનેક લોકો ફસાયા હોવાની પોલીસને શંકા

આ ગેંગ દ્વારા અનેક લોકોને હનીટ્રેપમાં ફસાયા હોવાનું અને આબરૂ જવાની બીકે સામે ન આવતા હોય પોલીસ દ્વારા આ અંગે જીણવટભરી તપાસ શરૂ કરાઇ છે તેમ ડીવાયએસપીશ્રી મહાવીર સિંહ રાણાએ પત્રકારોને વિગત આપતા જણાવ્યુ હતુ.