ગુજરાત માધ્ય. અને ઉચ્ચ. માધ્ય.શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા જાહેર

અમરેલી,
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12 ની પરીક્ષા તા.10-5-21 થી તા.25-5-21 દરમિયાન લેવા માટે પરીક્ષા બોર્ડ તરફથી વિગતવાર કાર્યક્રમ જાહેર થયો છે બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર શાળાઓના આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓએ નોંધ લેવા બોર્ડના સંયુક્ત નિયામકે જણાવ્યુ છે નિયત થયેલ કાર્યક્રમ મુજબ એસએસસીમાં તા.10-5-21 સોમવારે પરીક્ષાઓ શરૂ થશે જેમાં 10 મી એ સાહિત્ય, 12 મી વિજ્ઞાન, 15 મી એ ગણિત, 17 મી સામાજિક વિજ્ઞાન, 18 મી એ વ્યાકરણ, 19 મી એ અંગ્રેજી અને 20 મી એ કોમ્પ્યુટર સહિતની પરીક્ષાઓ લેવાશે તેમ બોર્ડ દ્વારા જાણવા મળ્યુ છે.