ગુજરાત યુનિવર્સિટીમાં ઓફલાઈન પરીક્ષાનો થયો પ્રારંભ

  • ૧૦૨ સેન્ટરો ખાતે ૬૦ હજાર વિદ્યાર્થીઓ આપશે પરિક્ષા

અમદાવાદ શહેરમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં આખરે આજથી ઓફલાઈન પરીક્ષા શરૂ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાને લઈને અગાઉ બે વખત પરીક્ષાઓ મોકુફ રહી હતી રાજ્યમાં ભલે અન્ય યુનિ.કરતા ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા મોડી લેવાઈ રહી છે.
પરંતુ ગુજરાત યુનિવર્સિટીએ રાજ્યના તમામ જિલ્લામાં સેન્ટરો ફાળવ્યા છે. રાજ્યમાં પ્રથમવાર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સૌથી વધુ ૧૦૨ સેન્ટરોમાં ઓફલાઈન પરીક્ષા લેવાઈ રહી છે. આ પરીક્ષામાં કુલ ૬૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ છે. જેમાં પ્રથમ તબક્કાની પરીક્ષામાં ૨૧ હજાર વિદ્યાર્થીઓ છે. કોરોના કાળને લઈને દરેક કેન્દ્રોમાં સેનેટાઈઝર-માસ્કની પુરતી વ્યવસ્થા કરવામા આવી છે. ઉલ્લેખનીય છે કે બે સેશનમાં રોજ પરીક્ષા લેવાશે.બીજા તબક્કાની પરીક્ષા ૧૩ સપ્ટેમ્બરથી શરૂ થશે. લો અને માસ્ટર્સના કોર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન થયુ છે.