ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમવાર વિદ્યાર્થીઓના પ્રશ્ર્નો માટે રચાઈ સ્થાયી સમિતિ

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમવાર વિદ્યાર્થીઓના પ્રશ્ર્નો માટે સ્થાયી સમિતિ રચાઈ છે.હાલ ઈન્ટરનલ કમ્પેલાઈન્ટ કમિટી છે અને પરંતુ વિદ્યાર્થીઓના સીધા પ્રશ્ર્નો-રજૂઆતો ત્યાં નથી જતા ત્યારે યુનિ.માં વિદ્યાર્થીઓને લગતા વિવિધ પ્રશ્ર્નોના નિરાકરણ માટે પરમેન્ટ સ્ટુડન્ટ ગ્રીવાન્સીસ રીડ્રેસલ સેલ કમિટી રચાઈ છે અને જેમાં સીન્ડીકેટ સભ્યો-ડીન-પ્રોફેસરોને મુકવામા આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં છાશવારે વિદ્યાર્થી સંગઠનોના આવેદનપત્રો-અરજીઓ અને વાંધા આવતા જ રહે છે.ઘણી અરજીઓ અને આવેદનપત્રો તો દબાણથી અને રાજકીય દૃોરી સંચારથી જ કરવામા આવતા હોય છે.જ્યારે કેટલાક પ્રશ્ર્નો અને રજૂઆતો ખરેખર સાચા અર્થમાં વિદ્યાર્થીઓ લક્ષી હોય છે. પરંતુ રજિસ્ટ્રારથી માંડી ઉપકુલપતિ અને કુલપતિ દિવસેને દિવસે થતાં હોબાળો,અરજીઓ,હંગામા અને સંગઠનોના પ્રશ્ર્નોને લઈને હવે કંટાળી ગયા હોય અંતે સ્ટુડન્ટ રીડ્રેસલ સેલ કમિટી રચવી પડી છે.
આમ તો યુનિ.માં હવે ઉપકુલપતિ પણ છે ત્યારે ઉપકુલપતિ અને રજિસ્ટ્રાર સ્તરે અનેક પ્રશ્ર્નોનું નિરાકરણ આવી જવુ જોઈએ અને સીન્ડીકેટ સભ્યોની કમિટી રચવી પણ ન પડે. પરંતુ વિદ્યાર્થીઓના ટોળા અને હંગામા બારોબાર સોલ્વ થાય તે માટે વિદ્યાર્થી પ્રશ્ર્ન નિરાકરણ માટે સીન્ડીકેટ સભ્યો-ડીન અને પ્રોફેસરોની સ્થાયી કમિટી રચાઈ છે.જેમાં કોમર્સ ડીન અને સીન્ડીકેટ મેમ્બર જશવંત ઠક્કર, સીન્ડીકેટ સભ્ય પંકજ શુક્લા તેમજ યુનિ.ના વિભાગીય પ્રોફેસર અને સીન્ડીકેટ સભ્ય વનરાજ ચાવડા તથા એચઆરડીસી ડાયરેકટર જગદૃીશ જોશી તથા સાયન્સ ડીન પી.એન.ગજ્જર સહિતના પાંચ સભ્યોને નિમવામા આવ્યા છે.
આ કમિટી હવે વિદ્યાર્થી સંગઠનોની અરજી,સમસ્યાઓનું નિરાકરણ કરશે અને કુલપતિના આદૃેશાનુસાર સભ્યોએ રેગ્યુલર યુનિ.માં આવી રજૂઆતો સાંભળવાની રહેશે.મહત્વનું છે કે આ કમિટીમાં તમામ સભ્યો ભાજપના જ છે અને એવા તો ક્યા વિદ્યાર્થી સંગઠનના કે વિદ્યાર્થીઓના પ્રશ્ર્નો છે કે ભાજપના જ સભ્યો મુકવા પડયા ? શું આ કમિટી ન્યાયિક રીતે કામ કરશે કે કેમ ? શું કમિટી રચાયા પછી પણ કુલપતિ રાહતનો શ્ર્વાસ લઈ શકશે ખરા?ઉપરાંત કમિટીના સભ્યો છેલ્લે સુધી ઉભા રહી પોતાની રીતે નિરાકરણ લાવશે કે પછી મોટો વિવાદ થશે તો કુલપતિને આગળ ધરી દઈ કુલપતિ જ નિર્ણય લેશે તેમ કહી ખો-ખો રમશે ? જો કે આ કમિટીની રચના પાછળ વિદ્યાર્થી હિત કરતા વિદ્યાર્થી રાજકારણ હોય તેવુ લાગી રહૃાુ છે.