ગુજરાત વિધાનસભામાં બેસ્ટ ધારાસભ્ય એવોર્ડ એનાયત કરાશે, ચોમાસું સત્રમાં થશે જાહેરાત

દૃેશના અન્ય રાજ્યો જેવા કે રાજસ્થાન, ઝારખંડ, ઉત્તરાખંડ અને આસામ બાદ હવે ગુજરાતમાં પણ બેસ્ટ ધારાસભ્ય એવોર્ડ આપવામાં આવશે. વિધાનસભાના ચોમાસું સત્રમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી બેસ્ટ એમ.એલ.એ એવોર્ડની જાહેરાત કરશે. ગુજરાત વિધાનસભામાં બેસ્ટ એમએલએની પસંદગી માટે ૧૦ સભ્યોની કમિટીની રચના પણ કરવામાં આવી છે. આ કમિટીમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી,
સંસદીય બાબતોના પ્રધાન સરકારના અને વિરોધ પક્ષના મુખ્ય દૃંડક અને વિરોધપક્ષના ઉપનેતાનો પણ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે આ એવોર્ડ ધારાસભ્યને તેના જીવનકાળમાં માત્ર એક જ વાર આપવામાં આવશે.ગુજરાત વિધાનસભામાં બેસ્ટ ધારાસભ્ય એવોર્ડ એનાયત થશેપસંદગી સમિતિમાં એવોર્ડ માટે મળેલા નામાંકનો તથા ભલામણો પર વિચાર કરવામાં આવશે. જે બાદ પસંદગી સમિતિના મહદશે સર્વ સંમતિથી નિર્ણય કરવામાં આવશે. જો કોઈ કિસ્સામાં સંમતિ ન સધાય તો વિધાનસભા અધ્યક્ષનો નિર્ણય આખરી રહેશે.
સભ્યોનો અનુભવચર્ચા વકતૃત્વ કૌશલ્યપ્રજાહિતના મુદ્દાઓના સંબંધમાં જાગરૂકતા ઉઠાવાયા મુદ્દાઓની વિવિધતા તથા તેની ગંભીરતા કોઈપણ મુદ્દાને રજૂ કરવાની રીતભાષા પર પ્રભુત્વવિધાનસભાના નિયમો પ્રક્રિયાનું જ્ઞાન તથા તેનું ગૃહની અંદર અને બહાર પાલન અધ્યક્ષ અથવા પ્રમુખ અધિકારીના સૂચનાઓનું પાલન માટે દર્શાવવામાં આવેલા વિવિધ સમિતિઓમાં કરવામાં આવેલ કાર્યો અને ઉપલબ્ધિઓસભ્યનું ગૃહમાં અને ગૃહની બહાર જાહેર જીવનમાં આચરણ જૂની પરંપરાઓ રૂઢિઓ અને પ્રથાઓગૃહ પ્રત્યેનો દ્રષ્ટિકોણની વ્યવસ્થા અને શાંતિ જાળવવામાં સહયોગગરીમાની જાળવણીમાં સહયોગ અને યોગદૃાનઅધ્યક્ષસ્થાનેથી આપવામાં આવેલા આદૃેશોનું પાલનનિયમિત હાજરી પ્રક્રિયાકાર્યવાહીના સંચાલન નિયમોમાં શ્રદ્ધાગ્રુહમાં પૂછવામાં આવતા પ્રશ્ર્નોની ગુણવત્તા અને રજૂ કરવાની રીતભાતસંચાલનમાં અવધની સ્થિતિમાં ગૃહની કાર્યવાહી ચલાવવામાં સહયોગ
ઉલ્લેખનીય છે કે, અન્ય રાજ્યોની જેમ ગુજરાત વિધાનસભામાં પણ શ્રેષ્ઠ ધારાસભ્યોના એવોર્ડ એનાયત કરવામાં આવશે. જેની જાહેરાત ચોમાસા વિધાનસભા સત્ર દરમિયાન થઈ શકે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી.