ગુજરાત સરકાર દ્વારા ખેડુતો અને શ્રમિકો માટે મહત્વનો નિર્ણય લેવા બદલ આભારની લાગણી વ્યક્ત કરતા સાંસદશ્રી કાછડીયા

અમરેલી,
ગુજરાત સરકાર તરફથી ખેડૂતો, શ્રમિકો અને લોકો માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવા બદલ રૂપાણી સરકારનો આભાર માનતા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા20 એપ્રિલ થી 10 જૂન સુધી સુજલામ સુફલામ જળ અભિયાન અને 27 એપ્રિલ થી 30 મેં સુધી નિગમ તરફ થી ઘઉંની ખરીદી કરવામાં આવશે.વૈશ્વિક કોરોના મહામારીને લીધે સમગ્ર દેશમાં લોક ડાઉન લંબાવાયું છે ત્યારે તા.20 એપ્રિલ થી વ્યવસાયકારો, શ્રમિકો, લોકોને આંશિક છૂટછાટ આપવામાં આવી રહી છે ત્યારે આજ તા.21 એપ્રિલના રોજ ગુજરાત રાજ્યની રૂપાણી સરકાર દ્વારા ખેડૂતો અને શ્રમિકોના હિતમાં બે મહત્વના નિર્ણયો લેવાવામાં આવ્યા છે તે બદલ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનો આભાર વ્યક્ત કરેલ છેઆ અંગે સાંસદશ્રી એ જણાવેલ છે કે, તા.20 એપ્રિલ થી 10 જૂન સુધી સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ગ્રામ્ય અને શહેરી કક્ષાએ અવેડાઓ, તળાવો, ચેકડેમો, બંધારાઓ, નદીઓ ઊંડી ઉતારવાની કામગીરી કરવાની રહેશે. આ કામગીરી મનરેગા, લોકભાગીદારી અને વિભાગીય રીતે કરવાની રહેશે. આ યોજના અંતર્ગત ખેડૂતો વિનામૂલ્યે માટી લઇ જઇ શકશે અને માટીના વપરાશ માટે ખેડૂતોએ કોઈપણ પ્રકારની રોયલ્ટી ચુકવવાની રહશે નહીં.સુજલામ સુફલામ જળ અભિયાન થી ખેડૂતોને માટી મળી રહેશે, શ્રમિકોને રોજગારી મળી રહેશે અને પાણીનો સંગ્રહ પણ થશે.ઉપરાંત આગામી 27મી એપ્રિલ થી 30 મેં સુધી પુરવઠા નિગમ તરફ થી 219 ગોડાઉનોમાં ઘઉંની ખરીદી શરૂ થશે આ માટે ખેડૂતોએ 27 એપ્રિલ થી 10 મી મેં સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહશે. વધુમાં સાંસદશ્રીએ જણાવેલ છે કે, ગત તા.20 એપ્રિલ થી ગુજરાત રાજ્યમાં અંદાજીત 27,800 જેટલા ઉદ્યોગો કાર્યરત થયેલ છે અને અંદાજીત 1,80,000 જેટલા શ્રમિકોએ કામગીરી ચાલુ કાર્યનો રિપોર્ટ કરેલ છે અને ગત તા. 15મી એપ્રિલ થી રાજ્યમાં 120 જેટલા માર્કેટિંગ યાર્ડમાં ચણા, એરંડા, રાયડો અને ઘઉંની ખરીદી ચાલુ થયેલ છે.અંતે સાંસદશ્રીએ પુન: રૂપાણી સરકારનો આભાર વ્યક્ત કરેલ છે અને લોકોને આ વિકટ પરિસ્થિતિમાં ઘરમાં રહેવા, સુરક્ષિત રહેવા અને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા અપીલ કરેલ છે.