ગુજરાત સ્ટેટ કો.ઓ.હાઉસીંગ ફાઇનાઇન્સ કોપોરેશનમાં ડિરેકટર તરીકે શ્રી કૌશીક વેકરીયાની બિનહરિફ વરણી

  • દિગગજ સહકારી નેતા શ્રી દિલીપભાઇ સંઘાણીના માર્ગદર્શન નીચે
  • શ્રી કૌશીક વેકરીયાની વરણીને સર્વત્ર આવકાર : શુભકામનાઓનો ધોધ વ્હયો

અમરેલી,
ધી ગુજરાત સ્ટેટ કો.-ઓપરેટીવ હાઉસીંગ ફાયનાન્સ કોર્પોરેશન લી.ના ડિરેકટર તરીકે લોકપ્રિય યુવા આગેવાન અને અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાની વરણીને સાર્વત્રીક આવકાર સાપડી રહયો છે. દેશના દિગ્જજ સહકારી નેતા દિલીપ સંઘાણીના માર્ગદર્શન તળે વેકરીયાના રજુ કરાયેલ ફોર્મ સામે અન્ય કોઈ ફોર્મ રજુ ન થતા કૌશિક વેકરીયા બિનહિરફ જાહેર થયા હતા જેને ઉપસ્થિત સૌએ શુભકામના પાઠવી હતી. કૌશિક વેકરીયાની બિનહિરફ વરણીને જીલ્લા ભાજપના મહામંત્રીઓ, આગેવાનો, પદાધિકારીઓ, કાર્યર્ક્તાઓ સહિતના સૌએ આવકારી અભિનંદન પાઠવ્યાનું કાર્યાલયની યાદીમા જણાવાયેલ છે.