તાજેતરમાં આણંદ જિલ્લાના બાકરોલ મુકામે યુગ પુરુષમાં ગુજરાત સ્ટેટ સબ જુનિયર કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં સમગ્ર ગુજરાતના ૩૦ જીલ્લાઓમાંથી બ્રાઉન બ્લેક બેલ્ટ કેટેગરીમાં વિવિધ વય જૂથમાં ૫૦૦ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશિપમાં ખેડા જિલ્લાનાં નડિયાદમાં ચાલતી આર.કે. માર્શલ આર્ટસ એકેડમીના ૧૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી ૪ ગોલ્ડ મેડલ અને ૫ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. નીરજા પટેલ કાતામાં ગોલ્ડ મેડલ, અદિતિએ કુમિતેમા ગોલ્ડ ,કાતાંમા બ્રોન્ઝ મેડલ, કથા પટેલ કુમિતેમા ગોલ્ડ, કાતામાં બ્રોન્ઝ મેડલ, અતિક મિરઝાએ કુમિતેમા ગોલ્ડ, વૃજ શાહ કાતા તથા બ્રોન્ઝ મેડલ તેમજ કાવ્ય પટેલે કુમિતેમા બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આવનાર દિવસોમાં ૩ અને ૪ ડિસેમ્બરના રોજ સબ જુનિયર નેશનલ કરાટે ચેમ્પિયનશિપ દિલ્હી ખાતે યોજાનાર છે તેનાં માટે આર.કે માર્શલ આર્ટસ એકેડમીના ગોલ્ડ આવેલા ૪ વિદ્યાર્થીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. તે બદલ એકેડમીના કોચ તથા ફાઉન્ડર રશ્મિન પટેલ,સ્નેહા પટેલ તથા ધૃ્વિલ પટેલ ,ધૂપેશ પટેલ,વસીમ પઠાણ વિદ્યાર્થીઓએ એકેડેમી નડિયાદ ખેડા જિલ્લાનું સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું