ગુજસીટોકના આરોપીને હિમાચલ પ્રદેશથી ઉઠાવતી ક્રાઇમ બ્રાંચ

અમરેલી,

તથા ગુજસીટોકના કેસમાં લાજપોર મધ્યસ્થ જેલ, સુરતમાંથી વચગાળાના જામીન પરથી છેલ્લા 10 માસથી ફરાર થઇ ગયેલ માજી સરપંચ એવા કાચા કામના કેદી તેમજ સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ના બે ગુનાઓમાં ફરાર થઇ ગયેલ આરોપીને અમરેલી એલ.સી.બી.એ હિમાચલ પ્રદેશના ધર્મશાલાથી પકડી પાડયો હતો.આ અંગેનીે વિગતો આપતા એસપીશ્રી હિમકરસિંહે પત્રકારોને જણાવ્યું હતુ કે, ગઇ તા.31/05/2023 નાં રોજ મોહનભાઇ બાલાભાઇ પરડવા, ઉ.વ.45, રહે.દોલતી, તા.સાવરકુંડલાના મોબાઇલ ફોનમાં અજાણ્યા નંબરથી દાદેશ ઉર્ફે દાદુ નાથાભાઇ ચાંદુ રહે.દોલતી વાળાએ ફોન કરેલ, અને પોતાની ઉપર દોલતી ગામના પાંચાભાઇ બચુભાઇ હડીયાએ કાપોદ્રા પોલીસ સ્ટેશન, સુરત શહેર ખાતે અપહરણનો કેસ કરેલ હોય, જે કેસમાં સમાધાન કરવા મીડીયેટર તરીકે રહેવા કહેતા, મોહનભાઇએ મીડીયેટર તરીકે રહેવાની ના પાડતા, આ દાદેશ ઉર્ફે દાદુ ફોનમાં ગાળો આપી, મારી નાખવાની ધમકી આપેલ હોય, જે અંગે મોહનભાઇએ આ દાદેશ ઉર્ફે દાદુ નાથાભાઇ ચાંદુ વિરૂધ્ધ ફરીયાદ કરી હતી ઉપરોકત મોહનભાઇની ફરીયાદના આરોપી દાદેશ ઉર્ફે દાદુ નાથાભાઇ ચાંદુ વિરૂધ્ધ અગાઉ દાખલ થયેલ ગુજસીટોકના ગુનાઓમાં દેવાયતભાઇ વાધાભાઇ બલદાણીયા, ઉ.વ.64, રહે.દોલતી, સાક્ષી તરીકે હોય, જે કેસમાં સમાધાન કરાવી લેવાના ઇરાદે આ દાદેશ ઉર્ફે દાદુએ ગુનાહીત ઇરાદો પાર પાડવા કાવતરૂ રચી, ગઇ તા.08/06/2023 ની રાત્રીના સહ આરોપીઓએ આ દેવાયતભાઇના રહેણાંક મકાનના દરવાજે તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી, દરવાજે આગ ચાંપી, સી.સી.ટી.વી. કેમરા તોડી નુકશાન કરી ધાક જમાવવાની કોશીશ કરી હતી.દેવાયતભાઇએ આ દાદેશ ઉર્ફે દાદુ તથા અન્ય આરોપીઓ સામે ફરીયાદ આપતા ગુન્હો દાખલ થયેલઆ બન્ને ગુનાઓ આચરનાર દાદેશ ઉર્ફે દાદુ નાથાભાઇ ચાંદુ રહે.દોલતી વાળો કાપોદ્રા પો.સ્ટે. સુરત શહેર ગુ.ર.નં. 04/2019, આઇ.પી.સી. કલમ 363, 366, 376(2)(આઇ), પોકસો એકટ કલમ 3(એ), 4, 5(એલ), 6, 17, 19 મુજબ તથા  રૂર ગુ.ર.નં.11193053200151/2020, ગુજરાત આંતકવાદ અને સંગઠીત અપરાધ નિયંત્રણ (ર્ય્ભ્ંભ) અધિનિયમ 2015 ની કલમ 3(1) ની પેટા (1) તથા કલમ 3(1) ની પેટા (2) તથા કલમ 3(2) તથા કલમ 3(3) તથા કલમ 3(4) તથા કલમ 3(5) મુજબના ગુનાઓમાં કાચા કામના કેદી તરીકે લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે હોય, તા.12/08/2022 થી તા.18/08/2022 સુધી વચગાળાના જામીન મંજુર થયેલ, અને તા.19/08/2022 ના રોજ હાજર થવાનું હોય, પરંતુ તે જેલમાં હાજર થવાના બદલે ફરાર થઇ ગયેલ.ભાવનગર રેન્જ આઇ.જી.શ્રીગૌતમ પરમારની સુચના અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહે આવા કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમના પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી. બી.ના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા તથા પો.કોન્સ. વિનુભાઇ બારૈયા, તુષારભાઇ પાંચાણી, હરેશભાઇ કુવારદાસ, અશોકભાઇ સોલંકીએ દાદુને મેકલિઓડ ગંજ, ધર્મશાળા, હિમાચલ પ્રદેશથી ઝડપી લઇ આ ઓપરેશન સફળતાથી પાર પાડયું હતુ.અને આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.