ગુજસીટોકના ગુનામાં 21 હજાર પાનાનું ચાર્જસીટ રજુ

અમરેલી,
અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી.નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા દ્વારા અમરેલી, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ, સુરત, અમદાવાદ શહેર અને પાટણ જિલ્લામાં વિશેષ ગેંગ બનાવી, પોતાનું નેટવર્ક ઉભું કરીને ખુન, ખુનની કોશીષ, અપહરણ, સામાન્ય પ્રજાને ધાક ધમકી આપી, ખંડણી ઉઘરાવવાનુ તેમજ ગેરકાયદેસર ઉંચા વ્યાજે નાણા ધિરધાર કરી, પઠાણી ઉઘરાણી કરી, સ્થાવર મિલ્કત પડાવી લેવાના ગુના તથા નશાબંધી ધારા ભંગના ગુના આચરનાર તથા ગેરકાયદેસરના ફાયર આર્મ્સ હથિયારોની હેરા-ફેરી તથા આંતર રાજ્ય તસ્કરી અને અનઅધિકૃત વિસ્ફોટકો રાખવાના ગુના તથા સરકારી જમીન ઉપર દબાણ કરી બાંધકામ સહિતના ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરતી સંગઠીત ટોળકી વિરૂધ્ધ જરૂરી રેકર્ડ અને પુરાવાઓ એકત્રિત કરી, ભાવનગર રેન્જ વડા શ્રી.અશોક કુમાર યાદવ ની મંજુરી મેળવી, શ્રી.સરકાર તરફે ફરિયાદ આપી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.ર.નં. 11193053200151/2020 ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ એકટ-2015ની કલમ-3(1)ની પેટા(1) તથા કલમ-3(1) ની પેટા(ર) તથા કલમ-3(ર) તથા કલમ-3(3) તથા કલમ-3(4) તથા કલમ-3(5) મુજબનો ગુન્હો ગઇ તા.09/03/2020 ના રોજ રજી. કરાવવામાં આવેલ. ગુજરાત રાજ્યમાં બીજી વાર અને સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રથમ વખત અમરેલી જિલ્લામાં ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠીત ગુના નિયંત્રણ કાયદો 2015 મુજબ સંગઠીત ગુન્હા કરતી ટોળકીના શીવરાજભાઇ ઉર્ફે મુન્નાભાઇ રામકુભાઇ વીછીયા રહે.રબારીકા, તા.જેસર, જિ.ભાવનગર, શૈલેષભાઇ નાથાભાઇ ચાંદુ રહે. દોલતી તા.સાવરકુંડલા,દાદેશ ઉર્ફે દાદુભાઇ નાથાભાઇ ચાંદુ રહે. દોલતી તા.સાવરકુંડલા ,અશોકભાઇ જૈતાભાઇ બોરીચા રહે.લુવારા, તા.સાવરકુંડલા 5/ બાલસીંગ જૈતાભાઇ બોરીચા રહે.લુવારા તા.સાવરકુંડલા વનરાજભાઇ મંગળુભાઇ વાળા રહે.નાની ધારી તા.ખાંભા,નરેન્દ્રભાઇ ઉર્ફે નટુભાઇ સુરગભાઇ ખુમાણ રહે.સેંજળ તાબે-વંડા,ગૌતમ નાજકુભાઇ ખુમાણ જે નરેન્દ્ર ઉર્ફે નટુભાઇ સુરગભાઇ ખુમાણ રહે.સેંજળ,સોનલ ઉર્ફે સોનુ ઉર્ફે ઉષા ચંદુભાઇ ડાંગર રહે. અક્ષરનગર-4, ગાંધીગ્રામ, બાલમુકુંદ ડેરી પાસે, રાજકોટ શહેર સામે રજુ થયેલ છે.
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી. નિર્લિપ્ત રાયએ સદરહું ગુન્હાની સઘન તપાસ કરવા મુખ્ય તપાસ અધિકારી તરીકે સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષક શ્રી.કે.જે.ચૌધરી તથા તેમના સહાયક તરીકે પ્રોબેશનર એ.એસ.પી. શ્રી.સુશીલ અગ્રવાલ ની નિમણુંક કરેલ. ઉપરાંત સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ ની રચના કરી તેમાં શ્રી એલ.કે. જેઠવા પોલીસ ઇન્સ્પેકટર, જાફરાબાદ ટાઉન પો.સ્ટે.શ્રી કે.ડી. જાડેજા, પોલીસ ઇન્સ્પેકટર, ઇન્ચાર્જ એસ.ઓ. જી.અમરેલી, શ્રી એન.એ. વાધેલા, પોલીસ સબ.ઇન્સપેકટર, વંડા પો.સ્ટે.શ્રી વાય.પી. ગોહીલ પોલીસ સબ. ઇન્સપેકટર લાઠી પો.સ્ટે. નાઓની નિમણુંક કરવામાં આવેલ.આ ગુન્હાના આરોપીઓ પૈકી તપાસ દરમ્યાન કુલ 7 આરોપીઓ અટક કરવામાં આવેલ છે.