ગુનેગારોને કડક હાથે ડામી દેવાશે : આઇપીએસશ્રી અગ્રવાલ

અમરેલી,
ચિત્તલ તા.25 તાજેતરમા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં નવ નિયુક્ત આઈ.પી.એસ ગૌરવ અગ્રવાલે ચાર્જ સંભાળતાની સાથે તાલુકાનું સૌથી મોટુ આઉટ પોષ્ટ પોલીસ સ્ટેશન ચિત્તલ જસવંતગઢ, ટીંબા, અને તેની નીચે આવતા દરેક ગામડા મોણપુર, શેડુભાર, રાંઢીયા, દહીંડા, રીકડીયા, આંકડીયા, સહિતના ગામડાઓમાં આઈ.પી.એસ ગૌરવ અગ્રવાલે ચિત્તલ આઉટ પોષ્ટ એ.એસ.આઈ એમ.ડી.જોષી તથા સ્ટાફને સાથે રાખીને ઉપરોક્ત તમામ ગામડાઓમાં સહીત ચિત્તલ, જસવંતગઢ ગામડામાં રૂબરૂ વિમુખ કરી પ્રજાની વચ્ચે જઈને દરેક વેપારી એસો.જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો સરપંચો પત્રકારો સહિતના ગ્રામજનો ની રૂબરૂ મીટીંગ બોલાવી અસામાજીક પ્રવૃતી થતી હોઈ ગ્રામ્ય વિસ્તારમા્ય કોઈ પણ લુખ્ખા કે આવારા તત્વો હોઈ રંજીડતા હોઈ કોઈપણ ગેરકાયદેસર પ્રવૃતી કરતા હોય તો પ્રજાજનોને નિર્મિક પણે પોતાનો પર્સનલ મોબાઈલ નંબર આપી કોઈપણ આવારા તત્વો કે પ્રવૃતીને કડક હાથે ડામી દેવાકોલ આપ્યો હતો. આ અંગે દરેક ગ્રામના સંગઠન તેમજ હોદેદારાએ તેમનું ભાવભર્યુ સન્માન કર્યુ હતું. તેમજ તેમણે કોઈપણ ગુનેગાર હોઈ તો પગલા લેવા ખાત્રી આપી.