ગુરુના શુભ થવા સાથે અનેક સારા પરિવર્તનો જોઈ શકાશે

મેષ (અ,લ,ઈ) : તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો,પ્રગતિકારક દિવસ રહે.
વૃષભ (બ,વ,ઉ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
મિથુન (ક,છ,ઘ) : વાદ વિવાદ થી દૂર રહેવું,જામીનગીરી ના કરવા સલાહ છે..
કર્ક (ડ,હ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) : વેપારીવર્ગ ને સારું રહે,નવી દિશાઓ ખુલતી જણાય,પ્રગતિ થાય.
કન્યા (પ ,ઠ ,ણ ) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,દાન ધર્મ કરી શકો,શુભ દિન.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવામાં ધ્યાન રાખવું,મધ્યમ દિવસ.
મકર (ખ ,જ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.
કુંભ (ગ ,સ,શ ) : કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

અગાઉ અત્રે લખ્યા મુજબ સોના ચાંદીના ભાવ એવરેજ સુધારા પર મળી રહ્યા છે. મંગળ-રાહુ ના તોફાન વચ્ચે સારી બાબત એ બની રહી છે કે સાત્વિક અને શુભ ગુરુ મહારાજ પોતાની નીચ રાશિ મકર છોડી 6 એપ્રિલના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુના કુંભમાં આવવાથી તે નીચસ્થ નહિ રહે વળી પ્લુટો અને શનિ સાથેની તેની યુતિ નો અંત આવશે જે ખુબ રાહતની વાત બનશે. ગુરુ મહારાજ જીવનના દરેક મુદ્દાને સ્પર્શ કરતા ગ્રહ છે અને તેની દૂરગામી અસરો પણ જોવા મળે છે. તેથી તેના રાશિ પરિવર્તનથી વિવાહમાં અડચણ અનુભવતા મિત્રો સંતાનમાં અડચણ અનુભવતા મિત્રોને રાહત થતી જોવા મળશે. ગુરુ મહારાજ નબળા પડતા હોય ત્યારે તે ઘણા સુખથી વંચિત રાખતા હોય છે માટે તેના શુભ થવા સાથે અનેક બાબતોમાં શુભત્વ જોવા મળશે. ગુરુ મહારાજ સાત્વિક અને ધાર્મિક ગ્રહ છે માટે તેના પોઝિટિવ થવા સાથે ધાર્મિક આધ્યાત્મિક ચેતનામાં ઉન્નતિ થતી જોવા મળે વળી લોકો માત્ર દુનિયાદારીથી નહિ પરંતુ અંતરાત્માના અવાજ ને પણ સાંભળતા જોવા મળે. જો કે હાલના સમય માં માનવજીવનના મૂલ્યોમાં ખુબ પરિવર્તન આવ્યું છે તો પણ ગુરુના શુભ થવા સાથે અનેક સારા પરિવર્તનો જોઈ શકાશે.