ગુરુની દ્રષ્ટિ સિંહ રાશિ પર આવતી હોવાથી લોકોમાં ભાવનાત્મકતા વધતી જોવા મળશે

મેષ (અ,લ,ઈ) : દૂર દેશ થી સારા સમાચાર મળે,એકંદરે દિવસ માધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : જાત સાથે મનોમંથન કરી શકો ,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : તબિયતની કાળજી લેવી,ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.
કર્ક (ડ,હ) :પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી વાત થાય.
સિંહ (મ,ટ) : જમીન મકાન મિત્ર સુખ સારું રહે,દિવસ લાભદાયક રહે.
કન્યા (પ ,ઠ,ણ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,પરિવાર સાથે આનંદ કરી શકો.
તુલા (ર,ત) : તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય,આગળ વધી શકો .
વૃશ્ચિક (ન,ય) : કામકાજમાં મધ્યમ રહે, દિવસ એકંદરે શુભ રહે.
ધન (ધ,ભ,ફ,ઢ): કામકાજ માં નુકસાની ના જાય એ જોવું,ભાગીદારીમાં સાંભળવું.
મકર (ખ,જ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,લેખન વાંચન મંથન થી આનંદ મળે.
કુંભ (ગ ,સ,શ) :વેપારીવર્ગ ને મધ્યમ રહે,સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.
મીન (દ,ચ,ઝ,થ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય,ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.

ગુરુના કુંભ રાશિમાં પ્રવેશ સાથે જ તકેદારી વચ્ચે કુંભમેળાનું આયોજન શરુ થયું છે. ભારતીય સંસ્કૃતિમાં કુંભમેળાનું વિશેષ મહત્વ છે તથા તે આપણી ષિ પરંપરાની જોડતી અદભુત કડી છે. ગુરુના કુંભમાં પ્રવેશ પહેલા જ ગુરુ જ્યાં જ્યાં દ્રષ્ટિ કરવાના છે તે તે સ્થાન બાબત શુભ બાબત બનતી જોવા મળી રહી છે. ખાસ કરી ને કમ્યુનિકેશનના સાધનો જેવા કે મોબાઈલ વિગેરેમાં નવી અનેક કંપની અને પ્રોડક્ટ આવતા જોવા મળશે વળી ગુરુની દ્રષ્ટિ સિંહ રાશિ પર આવતી હોવાથી લોકોમાં ભાવનાત્મકતા વધતી જોવા મળશે અને તુલા પર આવતી હોવાથી સંતુલિત રહીને જીવનમાં આનંદ પ્રમોદ કરવા તરફ પણ જોક વધશે. અગાઉ અત્રે લખ્યા મુજબ બંગાળ ચૂંટણીમાં ઘણી અસ્થિરતા જોવા મળી રહી છે. મંગળ રાહુ યુતિ તેની આક્રમકતા બતાવી રહી છે. દેશ દુનિયાના બનાવો જોતા ખ્યાલ આવે કે આ યુતિ કેટલી સ્ફોટક બની શકે છે. મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે જયારે કુંડળીમાં મંગળ રાહુની યુતિ થતી હોય ત્યારે વ્યક્તિ નાની એવી વાતમાં પણ ઉશ્કેરાઈ જતો હોય છે અને આવેશમાં આવી એવા વાણી વર્તન કરે છે કે જેથી ભવિષ્યમાં તેને જ આગળ વધવામાં તકલીફ પડતી જોવા મળે છે.