તા. ૨૨.૧૧.૨૦૨૨ મંગળવાર, સંવંત ૨૦૭૯ કારતક વદ તેરસ, સ્વાતિ નક્ષત્ર, સૌભાગ્ય યોગ, વિષ્ટિ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ તુલા (ર,ત) રહેશે .
મેષ (અ,લ,ઈ) : તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય,જાહેરજીવનમાં સારું રહે.
વૃષભ (બ,વ,ઉ) : કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે,મધ્યમ દિવસ.
મિથુન (ક,છ,ઘ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,શુભ દિન.
કર્ક (ડ,હ) :તમામ ભૌતિક સુખ સગવડ મળે,દિવસ આરામદાયક રહે.
સિંહ (મ,ટ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો.
કન્યા (પ ,ઠ ,ણ ) : તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય,આગળ વધી શકો.
તુલા (ર,ત) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ખર્ચ પર અંકુશ રાખવો,પૈસા નું આયોજન કરવું જરૂરી છે.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : કામકાજ માં સફળતા મળે,મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ ) :ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,પ્રગતિ થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ):માનસિક ટેન્શન રહ્યા કરે,કામ માં રુકાવટ આવતી જોવા મળે
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
અગાઉ ખાણ બાબતે લખ્યા મુજબ અનેક ખાણમાં પ્રશ્નો થયા છે અને એ લગતા આંદોલન પણ થતા જોવા મળ્યો. ગયા સપ્તાહમાં થોડી વ્યસ્તતાના કારણે કોલમ નિયમિત આપી શક્યો ના હતો તે બદલ દરગુજર કરશો. આવતીકાલે બુધવારની દર્શ અમાવાસ્યા છે સાધના માર્ગે બુધવારી અમાસનું વિશેષ મહત્વ છે વળી ગુરુ મહારાજ પણ આવતીકાલે માર્ગી બની રહ્યા છે ગુરુ જેવા દિગ્ગજ ગ્રહનું માર્ગી થવું ઘણું મહત્વ ધરાવે છે હાલમાં ગુરુ મહારાજ પોતાની રાશિ અને મોક્ષની રાશિ મીનમાં ચાલે છે તેમાં વક્રીમાં થી માર્ગી થઇ રહ્યા છે જે ધર્મની ગૂંચવાયેલી બાબતોમાં સુધારો કરતા જોવા મળે વળી સાધકોને સાધનામાં ખલેલ પડી હોય તો ફરી માર્ગે ચડાવતા જોવા મળે. ગોચર ગ્રહોની વાત કરીએતો ચંદ્ર મહારાજ સ્વાતિ નક્ષત્રમાં થી પસાર થઇ રહ્યા છે સ્વાતિ નક્ષત્ર શાંત રહીને પોષક બને છે પણ કેતુ મહારાજ પણ સ્વાતિમા હોવાથી આ પોષણને કાપે છે અને ક્યાંક ને ક્યાંક પોષણ અને વૃદ્ધિમાં રુકાવટ લાવનાર બને છે. કેતુનું કાર્ય કાપવાનું છે અને મુખ્ય પ્રવાહથી દૂર લઇ જવાનું છે વળી કેતુ આર્મી પર અસર કરનાર છે માટે ઘણા દેશોની સેનાએ આ સમયમાં થોડી મુશ્કેલીમાં થી પસાર થવાનું બની શકે છે. ચંદ્ર કેતુ સાથે હોય ત્યારે ગ્રહણ યોગની સ્થિતિ બને છે અને જનમાનસને કૈક અલગ રીતે વિચારતા કરે છે. વૃશ્ચિકમાં શુક્ર અગાઉ કહ્યું તેમ સીને જગત માટે ભારે પડી રહ્યું છે.