તા. ૨૧.૬.૨૦૨૨ મંગળવાર, સંવંત ૨૦૭૮ જેઠ વદ આઠમ, ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર, આયુષ્ય. યોગ, બાલવ કરણ આજે જન્મેલાંની ચંદ્ર રાશિ મીન (દ,ચ,ઝ,થ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે,દિવસ માધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.
મિથુન (ક,છ,ઘ) : વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય,દિવસ સારો રહે.
કર્ક (ડ,હ) : મનોમંથન કરી શકો,આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.
સિંહ (મ,ટ) : મનમાં બેચેની રહ્યા કરે,ધાર્યા કામ પાર ના પડે.
કન્યા (પ,ઠ,ણ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,શુભ દિન.
તુલા (ર,ત) : જીવનમાં નિયમિતતા જરૂરી છે,પૂજા પાઠથી બળ મળી રહેશે.
વૃશ્ચિક (ન,ય) : સંતાન અંગે ચિંતા જણાય,જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.
ધન (ધ,ભ,ફ,ઢ): લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુરુ છે.
મકર (ખ,જ) : પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે,સમજી ને ચાલવું.
કુંભ (ગ,સ,શ ) : મનમાં બેચેની રહ્યા કરે,કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.
મીન (દ,ચ,ઝ,થ): તમારી જાતને અંદર થી ઓળખી શકો,આત્મસંવાદ કરી શકો.
ભારતીય ઋષિ પરંપરાથી આપણે આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવીએ છીએ. એનું કારણ એ છે કે આપણા ઋષિઓ ઓરા અને વાઈબ્રેશનનું વિજ્ઞાન જાણતા હતા. જયારે ગુરુ પ્રધાન વ્યક્તિ ખરા હૃદયથી આશીર્વાદ આપે છે ત્યારે કાર્યમાં સફળતા મળે છે અને જીવનમાં શુભ ઘટનાઓ બનવાનું શરુ થાય છે માટે ગુરુપ્રધાન વ્યક્તિને વંદન કરી તેના આશીર્વાદ મેળવવા જોઈએ. ક્રૂર ગ્રહની અસર ધરાવતા વ્યક્તિને વંદન કરવાથી તેની નકારાત્મકતા તે તમારામાં રોપી શકતા નથી અને તે રીતે ખરાબ વાઈબ્રેશનથી બચી શકાય છે. સારી સૂર્યની ઓરા ધરાવતા વ્યક્તિ પ્રતાપી હોય છે અને તેમના ક્ષેત્રમાં નામના કરી હોય છે. પ્રભાવી સૂર્ય વાળા વ્યક્તિના આશિષ મેળવવાથી યશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે. શુભ મંગળવાળા વ્યક્તિના આશિષથી શરીર સૌષ્ઠવ વધે છે. નીડરતા આવે છે. સારા બુધ વાળા વ્યક્તિના આશિષથી વાણી સારી બને છે અને આર્થિક રીતે સારું રહે છે. બળવાન શુક્રવાળા વ્યક્તિના આશિષથી જીવનમાં તમામ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. કર્મઠ શનિના આશિષથી પુરુષાર્થ તરફ મન વળે છે અને અનેક લોકો તમારી નીચે કામ કરતા થાય છે. રાહુ અને કેતુ પ્રભાવી લોકોના આત્માને વંદન કરવાથી આપણે નકારાત્મકતાથી દૂર રહી શકીએ છીએ. સ્ત્રી શક્તિ સ્વરૂપ છે લક્ષ્મી સ્વરૂપ છે. આપણા જીવનમાં કોઈ પણ સંબંધથી જયારે સ્ત્રીઓ આવે છે તેમને સન્માન આપવાથી આપણે ઉર્જાથી ભરપૂર બનીએ છીએ. વંદન કરવાએ ઋષિ પરંપરા છે અને તેનું સુંદર પરિણામ પ્રાપ્ત થાય છે.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી