ગુરુ વક્રી બને ત્યારે સાધનામાં મહત્વના મુકામ આવે છે

તા. ૨૬.૭.૨૦૨૨ મંગળવાર, સંવંત ૨૦૭૮ આષાઢ વદ તેરસ, આર્દ્રા  નક્ષત્ર, વ્યાઘાત યોગ, વિષ્ટિ  કરણ આજે જન્મેલાંની  ચંદ્રરાશિ મિથુન (ક,છ,ઘ)  રહેશે.

મેષ (અ,લ,ઈ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે.
મિથુન (ક,છ,ઘ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
કર્ક (ડ,હ)           : વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.
સિંહ (મ,ટ) :  આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે.
તુલા (ર,ત) : ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્દિ થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,પ્રગતિકારક દિવસ.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): જાહેરજીવનમાં સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.
કુંભ (ગ ,સ,શ ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

દેવગુરુ બૃહસ્પતિ મહારાજ ૨૯ જુલાઈથી વક્રી થવા જઈ રહ્યા છે વળી શનિ મહારાજ તો વક્રી ચાલી જ રહ્યા છે અને ૧૦ સપ્ટેમ્બરથી બુધ પણ વક્રી થશે. રાહુ અને કેતુ હંમેશા વક્રી જ ચાલતા હોય છે માટે હાલના સમયમાં વક્રી ગ્રહોનું પ્રભુત્વ વધારે જોવા મળી રહ્યું છે. વક્રી ગ્રહો પૂર્વ જન્મનું ઋણાનુબંધન દર્શાવનાર હોય છે વ્યક્તિગત કુંડળીમાં જયારે વક્રી ગ્રહો વધારે હોય ત્યારે તે વ્યક્તિ આ જન્મમાં ઘણા બધા પૂર્વ જન્મના અધૂરા કાર્ય પૂર્ણ કરવા આવેલ હોય છે. ગોચર માં જયારે એ જ ગ્રહ વક્રી થાય કે જે જાતકની જન્મકુંડળીમાં પણ વક્રી હોય ત્યારે તે મુજબના ઋણાનુબંધન અને અન્ય કાર્ય પૂર્ણ થતા હોય છે. શનિ વક્રી થવાની મહત્તમ અસર વ્યવસાય અને તેને લગતી બાબત પર પડતી હોય છે જયારે દેવગુરુ બૃહસ્પતિ મહારાજ વક્રી થાય ત્યારે સબંધો માં અને અધ્યાત્મ બાબતે અને સંતાન બાબતે કાર્ય કરાવતા હોય છે. મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે જયારે ગુરુ મહારાજ વક્રી બને ત્યારે સાધકોની સાધનામાં મહત્વના મુકામ આવે છે અને અલગ જ આધ્યાત્મિક અનુભવ પણ થાય છે. એસ્ટ્રલ ટ્રાવેલ જેવા અનુભવો પણ સાધના માર્ગે આ સમયમાં થઇ શકે છે વળી અગાઉના કર્મ વિષેની સમજ પણ આ સમયમાં પ્રાપ્ત થાય છે વળી મંત્રના પુરશ્ચરણ પણ આ ગાળામાં થતા જોવા મળે છે. વક્રી ગ્રહને પરિણામ આપવામાં બળવાન ગણવામાં આવ્યા છે વળી ત્વરિત પરિણામ આપતા પણ જોવા મળે છે આગામી સમયમાં ત્રણ ગ્રહો એક સાથે વક્રી થશે ત્યારે આ બધા પરિણામો જોઈ શકાશે.