તા. ૧૩.૪.૨૦૨૨ બુધવાર, સંવંત ૨૦૭૮ ચૈત્ર સુદ બારસ, મઘા નક્ષત્ર, બવ કરણ આજે જન્મેલાંની ચંદ્ર રાશિ સિંહ (મ,ટ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : જમીન મકાન વિગેરે સુખ સારું રહે,દિવસ આનંદદાયક રહે.
મિથુન (ક,છ,ઘ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) : તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
સિંહ (મ,ટ) : કામકાજ માં સફળતા મળે,તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો,પ્રગતિ થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : બિનજરૂરી વિવાદો ટાળવા,બોલવા માં કાળજી રાખવા સલાહ છે.
તુલા (ર,ત) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય) : સ્ત્રી વર્ગ નેમધ્યમ રહે,ધીમી પ્રગતિ જોવા મળે,સુંદર દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): નસીબ સાથ આપે,ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.
મકર (ખ,જ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કુંભ (ગ ,સ,શ) :જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મીન (દ,ચ,ઝ,થ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં કાળજી લેવી,મધ્યમ દિવસ.
અગાઉ જણાવ્યા મુજબ એપ્રિલમાં એક પછી એક ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યા છે. રાહુ અને કેતુ ૧૨ એપ્રિલના રોજ રાશિ બદલી ચુક્યા છે જયારે આજે સાત્વિક ગ્રહ ગુરુ પોતાની રાશિ મીનમાં પ્રવેશ કરશે અને આવતીકાલે ૧૪ એપ્રિલના રોજ ગ્રહોના રાજા સૂર્ય મહારાજ મેષ રાશિ માં પ્રવેશ કરશે જેથી મિનારખ એટલે કે કમુહૂર્તા પૂર્ણ થશે જેથી ૧૫ એપ્રિલથી લગ્ન વિગેરે લઇ શકાશે. ગુરુ મહારાજ સ્વગૃહી થતા જ તેની ધાતુ સોનામાં તેજી આપી છે. તો બીજી તરફ રાહુ સાથે રહેલા બુધ મહારાજ અચાનક શેરબજારને ઉપર નીચે કરી રહ્યા છે વળી અગાઉ લખ્યા મુજબ શનિના ઘરમાં મંગળ આગજની અને વિસ્ફોટ આપી રહી છે તો મંગળ ના શનિના ઘરમાં આવવા સાથે હાલના ગ્રહમાનમાં રશિયાએ યુક્રેન પર રાસાયણિક હથિયારોનો પ્રયોગ પણ કર્યો છે જો કે મંગળ અને શનિના છુટ્ટા પડવાથી આગામી દિવસોમાં પરિસ્થિતિ થાળે પડતી જણાશે પણ હાલમાં સ્થિતિ કાબુ બહાર દેખાય છે. મંગળ અને શુક્ર યુતિ વિષે વિચાર કરીએ તો આ યુતિ શનિના ઘરમાં છે જે રાજકીય અને ઉચ્ચ પદે બિરાજમાન વ્યક્તિની છાપ ખરડાય તે મુજબની વાત વહેતી કરે. કોઈ સ્કેન્ડલ બહાર આવતું જોવા મળે. વળી આ જ મંગળ શનિના ઘરમાં રાજકીય અદાવત અને મારામારી દર્શાવે છે. તો બીજી તરફ પેટ્રોલિયમ ભાવ બાબતે ચિંતા કરાવે જેના કારણે મોંઘવારી વધતી જોવા મળે.૩૦ એપ્રિલ સુધીમાં નવે નવ ગ્રહ રાશિ પરિવર્તન કરશે અને પછી આવતા બે ગ્રહણ વિશ્વ સ્તરે ઘણા ફેરફાર કરતા જોવા મળે.
- જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી