ગુરૂપૂર્ણિમાના પર્વે અંબાજી મંદિર દર્શન માટે ખુલ્લુ મુકાયું

આજે ગુરૂપૂર્ણિમા છે અને હાલ કોરોનાની મહામારીને લઈ મંદિરોમાં વધુ ભીડ ન થાય અને કોરોનાનો સંક્રમણ ન ફેલાય તેને લઈ રાજ્યોમાં કેટલાક મંદિૃરોને બંધ રાખવામાં આવ્યા હતા, ત્યારે યાત્રાધામ અંબાજીમાં માતાજીનું મંદિૃર ભક્તોના દર્શન માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે.
જો કે, આજે મંગળાઆરતીમાં કોઈને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો અને આરતી બાદૃ માતાજીનું મંદિૃર દૃર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું હતું. જેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તોને પ્રવેશ અપાયો હતો. તેમજ મંદિૃરમાં સતત સેનિટાઈઝેશન પણ હાથ ધરાયું હતું.
રવિવારે વહેલી સવારથી જ અંબાજી મંદિૃરમાં ભીડ હોવા છતાં શ્રદ્ધાળુઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે શાંતિપૂર્ણ રીતે દર્શનનો લાભ લીધો હતો. અંબાજી મંદિૃરમાં હાલ પ્રસાદૃ કેન્દ્ર પણ બંધ રાખવામાં આવ્યું છે. જ્યારે ભેટ દૃક્ષિણા માટે અલગ કાઉન્ટર પણ શરૂ કરાયા છે. અંબાજી મંદિૃરમાં યાત્રિકોને કોઈ અગવડ ન પડે તે માટે વહીવટદૃારે પૂરતા પગલાં લીધા હતા. અંબાજી મંદિૃરમાં આજે પૂનમ હોવાથી મંદિૃરના શિખરે ધજા પણ બદૃલવામાં આવી હતી. અંબાજી મંદિૃરમાં ભક્તો પણ માસ્ક પહેરી માતાજીના દૃર્શને પહોંચ્યા હતા.
એટલું જ નહીં, આમ તો મંદિૃરમાં ભીડભાડને કારણે થતી ધક્કામુકીમાં ચૈન સ્કેિંનગ અને પિક પોકેિંટગના બનાવ બનતા હોય છે પણ હાલ આ સોશિયલ ડિસ્ટન્સના કારણે ભીડભાડ ન થતા હજી સુધી એક પણ પિક પોકેિંટગનો બનાવ ન બનતા યાત્રિકો પણ ખુશી અનુભવી રહૃાા છે. જોકે આજે કોરોના વચ્ચે અંબાજી મંદિૃર ખુલ્લું રહેતા સવારે ૨ હજાર જેટલા શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો.