ગુરૂવાણી પણ આપણા માટે પરંપરા છે, શ્રદ્ધા પણ છે : પ્રધાનમંત્રી

શીખ ગુરુ નાનક દૃેવની ૫૫૩મી જન્મજયંતિ નિમિત્તે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહૃાું હતું કે, તેમની સરકારે શીખ પરંપરાઓ અને વારસાને મજબૂત કરવાના પ્રયાસો કર્યા છે. તેમણે પ્રથમ શીખ ગુરુ નાનક દૃેવની ૫૫૩મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય લઘુમતી આયોગ, ઈકબાલ સિંહ લાલપુરાના નિવાસસ્થાને આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ખાસ અરદૃાસમાં પણ ભાગ લીધો હતો. આ અવસરે તેમણે કહૃાું કે, તમે બધા જાણો છો કે મેં એક કાર્યકર્તા તરીકે પંજાબમાં લાંબો સમય વિતાવ્યો છે. તે દરમિયાન ઘણી વખત મને હરમંદિર સાહિબમાં નમન કરવાનો મોકો મળ્યો હતો. વડાપ્રધાન મોદીએ કહૃાું કે, આપણા પંજાબ અને દૃેશના લોકોએ ભાગલામાં આપેલા બલિદાનની યાદમાં દૃેશે પણ ભાગલા વિભિષિકા સ્મારક દિવસની શરૂઆત કરી છે. અમે ઝ્રછછ એક્ટ લાવીને ભાગલાથી પ્રભાવિત હિંદૃુ-શીખ પરિવારોને નાગરિકતા આપવાનો માર્ગ બનાવવાનો પણ પ્રયાસ કર્યો છે. પીએમ મોદીએ કહૃાું કે, કેટલાંક સમય પહેલા અફઘાનિસ્તાનમાં સ્થિતિ કેવી રીતે બગડી હતી. હિન્દૃુ-શીખ પરિવારોને પાછા લાવવાની ઝુંબેશ ચાલી રહી હતી. તે ગુરુ ગ્રંથ સાહિબના સ્વરૂપો સુરક્ષિત રીતે લાવ્યા હતા. પીએમ મોદીએ કહૃાું કે, ૨૬મી ડિસેમ્બરે ગુરુ ગોવિંદસિંહ જીના સાહિબજાદાઓના મહાન બલિદાનની યાદમાં ’વીર બાલ દિવસ’ની ઉજવણી શરૂ થઈ છે. પ્રકાશ પર્વની અનુભૂતિ, મહત્વ શીખ પરંપરામાં રહૃાું, આજે દૃેશ એ જ ખંતથી કર્તવ્ય અને સેવાની પરંપરાને આગળ ધપાવી રહૃાો છે. ગુરુ નાનક દૃેવજીએ આપણને જીવન જીવવાનો માર્ગ બતાવ્યો. તેમણે કહૃાું હતું કે નામ જપ, કિરાત કરો, વંડ છકો. આ એક વાક્યમાં આધ્યાત્મિક િંચતન છે, તે ભૌતિક સમૃદ્ધિનો સ્ત્રોત પણ છે અને તે સામાજિક સમરસતાની પ્રેરણા પણ છે. પીએમ મોદીએ કહૃાું કે, ૩ વર્ષ પહેલા ગુરુ નાનક દૃેવજીના ૫૫૦મા પ્રકાશ પર્વની દૃેશ-વિદૃેશમાં ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ અવસરો પર, દૃેશને તેના ગુરુઓના આશીર્વાદ અને પ્રેરણા મળી છે, તે નવા ભારતના નિર્માણની ઉર્જા વધારી રહી છે.