ગુરૂવારથી અક્ષય કુમાર પૃથ્વીરાજ ચૌહાણનું શૂટિંગ શરૂ કરશે

કોરોના કાળમાં પણ અક્ષય કુમાર ઘણો એક્ટિવ છે અને ઘણી ઝડપથી ફિલ્મોનું શૂટિંગ કરી રહૃાો છે. હાલમાં જ ફિલ્મ ’બેલબોટમ’ પૂરી કર્યા બાદ તે હવે ટૂંક સમયમાં યશરાજ પ્રોડક્શનની ફિલ્મ ’પૃથ્વીરાજ ચૌહાણ’નું શૂટિંગ શરૂ કરવાનો છે. તેના નજીકના લોકોનું કહેવું છે કે તે ૮ ઓક્ટોબરથી આ ફિલ્મનું શૂટ શરૂ કરી દૃેશે.
ફિલ્મના શૂટિંગની તૈયારી માટે મંગળવારથી ક્રૂ મેમ્બર્સના કોરોના ટેસ્ટ શરૂ થઇ ગયા છે અને નેગેટિવ રિઝલ્ટ આવનારા લોકોને જ સ્ટુડિયોમાં એન્ટ્રી આપવામાં આવશે. આ દરમ્યાન પ્રોડક્શન સાથે જોડાયેલા લોકોને સ્ટુડિયોની નજીક હોટલમાં રોકવામાં આવ્યા છે. આખું ક્રૂ શૂટિંગ પહેલાં અને પછી એકસાથે હોટલથી સ્ટુડિયો સુધી અવર-જવર કરશે. ટેક્નિકલી આને ’બાયો બબલ’ કહેવામાં આવે છે.
આ પહેલાં ’પૃથ્વીરાજ ચૌહાણ’ની ટીમે સાડા ૬ મહિના પહેલાં જયપુરમાં આઉટડોરમાં એક્શન સિક્વન્સ શૂટ કર્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે, ’૮ ઓક્ટોબરથી હવે ક્લાઈમેક્સ શૂટ થશે. તેમાં મોહમ્મ્દ ગૌરી, પૃથ્વીરાજ ચૌહાણને અંધ કરાવી દૃે છે. તે જ સિક્વન્સ શૂટ કરવામાં આવશે, સાથે જ આ દરમ્યાન તેમની સેનાઓની લડાઈ પણ દૃેખાડવામાં આવશે. જયપુર સુધી ફિલ્મનો ૭૦% હિસ્સો શૂટ કરવામાં આવી ચૂક્યો હતો. બાકી બચેલો ૩૦% હિસ્સો પણ શૂટ કરવામાં આવશે.