ગુરૂ શ્રી દકુભાઇ કરતા ચેલા દિલીપભાઇ સવાયા સાબિત થયા

સ્વ. દકુભાઇ ગુજરાતના સહકારી ક્ષેત્રના ભિષ્મ પિતામહ કહેવાય છે : શ્રી દિલીપ સંઘાણીએ રાષ્ટ્રીય કક્ષાએ સહકારી ક્ષેત્રને નવી ઓળખ આપી : શ્રી સોજીત્રા

નાફેડ, ગુજકો જેવી સંસ્થાઓને સજીવન કરી સહકારી ક્ષેત્રે ક્રાંતિ લાવનાર શ્રી દિલીપ સંઘાણીએ સંસ્થાઓને ડાઘ નથી લાગવા દીધો : શ્રી રમણીકભાઇ સોજીત્રા

ધારી,ગુજરાતનાં સહકારી આગેવાન સ્વ.દ્વારકાદાસ પટેલે શુભ આશિર્વાદથી અતુટ વિશ્ર્વાસ સાથે શુભ ચોઘડીયે પ્રસંનવદને જેમાં ઉપર અમરેલી જિલ્લાનાં ખેડુતોનાં કાયમ હીત રક્ષક બને એવા સહકારી ક્ષેત્રમાં પ્રથમ પગલું પાડનાર શ્રીમાન દીલીપભાઇ સંઘાણીને અમરેલી જિલ્લાનાં મધ્યસ્થ સહકારી બેંકનાં સુકાની બનાવ્યા અને આશીર્વાદ આપ્યા કે, ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં સારી કામગીરી કરી ગુજરાતનાં સહકાર ક્ષેત્રનાં શિરોમણી બનો એવા આપેલા આશિર્વાદ તો ફળ્યા પણ જેમનું દિલ નાનપણથી જ પોતાની પ્રગતી કરતા લોકોની સેવા કરવામાં વધ્ાુ ધન્યતા અનુભવતુ હતું તેવા શ્રી દિલીપ સંઘાણી ગુરૂ શ્રી દ્વારકાદાસભાઇ પટેલ કરતા પણ સવાયા સાબિત થયા છે તેમ જિલ્લા પીઢ સહકારી આગેવાન શ્રી રમણીકભાઇ સોજીત્રાએ જણાવ્યુ છે.
સહકારી ક્ષેત્રમાં ગુજરાતમાં સ્વ.દ્વારકાદાસ પટેલનાં આશિર્વાદને સાર્થક બનાવી ઉત્કૃષ્ટ કામગીરી નિહાળી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને એવું લાગ્યું કે, દુનિયામાં ભારત દેશમાં સહકારી ડંકો વગાડવો હોય તો આવી વીરલ વ્યુક્તિને ભારત દેશનું સહકારી ક્ષેત્રમાં નામ ઉજવળ કરવા માટે સોંપવું જોઇએ એટલે જ ગુજરાત ગુજકોમાસોલનાં ચેરમેન બનાવ્યા, નાફસ્કોબનાં ચેરમેન બનાવ્યા, ઇફકોના વાઇસ ચેરમેન બનાવ્યા, અમરેલી જિલ્લા દુધ ઉત્પાદક સંઘનાં સ્થાપક ચેરમેન, નાફેડ વાઇસ પ્રેસીડન્ટના નાતે મૃતપાય થયેલી સંસ્થા નાફેડને દિલીપભાઇનાં વિશ્ર્વાસથી મદદરૂપ બની જીવંત બનાવી વડાપ્રધાનશ્રીને એવું લાગ્યુ કે આ વ્યક્તિ ભારત સરકારની સર્વોચ્ચ સંસ્થા એન.સી.યુ.આઇની જવાબદારી સોંપવામાં આવે તો દુનિયામાં ભારત દેશમાં ચાલતી નમુનેદાર સહકારી સંસ્થાનો પરીચય કરાવશે. સ્વ.દ્વારકાદાસ પટેલના પગલે ચાલીને આટલી મોટી સંસ્થાઓનાં વહીવટમાં ક્યારેય ડાઘ લાગવા દીધો નથી જેમાં ગુજરાતમાં સહકારી સંસ્થામાં વિશ્ર્વાસ સંપાદન કર્યો એમ શ્રી.વડાપ્રધાનશ્રીએ તેમના ઉપર મુકેલ વિશ્ર્વાસને સાર્થક કરે એવી લાગણી સાથે શ્રી દિલીપ સંઘાણીને શ્રી રમણીકભાઇ સોજીત્રા પ્રમુખ શ્રી ધારી વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી દ્વારા આવકારી શુભકામના પાઠવાઇ છે.