ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજનાં પ્રમુખ પદે શ્રી ભરત ટાંકની સર્વાનુમતે વરણી

અમરેલી,
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અમરેલી ની જનરલ મિટિંગ તા.29.10.23 ને રવિવાર ના રોજ શ્યામવાડી લીલીયા રોડ ખાતે મળેલ હતી. જેમાં સમાજનાં પ્રમુખ ની નિમણુંક કરવાની હોય તે માટે શ્રી ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજનાં પ્રમુખશ્રી મનસુખભાઇ ગેડિયા દ્વારા સમાજ માટે અવિરત સેવારત અને સમાજને સંગઠીત કરી પ્રગતીનાં પંથે લઇ જવામાં સિંહફાળો આપનાર શ્રી ભરતભાઇ ટાંક ના નામ ની દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં ટ્રસ્ટી શ્રી કેશુભાઈ ચાવડા એ ટેકો આપેલ અને હાજર સમાજ ના તમામ લોકો દ્વારા સર્વાનુમતે પ્રમુખ શ્રી ભરતભાઇ ટાંક ની વરણી કરવામાં આવી હતી.સાથે સાથે સમાજ ના ગયા વર્ષના હિસાબો તથા નવા વર્ષનું બજેટ તૈયાર કરવામાં આવેલ અને સમાજનાં ઉત્કર્ષ માટે શું કરી શકાય તે બાબતે વિચારણા કરવામાં આવી હતી. જેમાં સમાજ ના ચાલતા પાંચે પાંચ મંડળ તથા જ્ઞાતિજનો દ્વારા સૂચનો કરવામાં આવેલ હતાં. જેમાં ઉપસ્થિત સમાજ ના ટ્રસ્ટી શ્રી મનસુખભાઇ ગેડિયા, શ્રી કેશુભાઈ ચાવડા, પૂર્વ ટ્રસ્ટી શ્રી મનસુખભાઇ ચૌહાણ, શ્રી રમણિકભાઈ મારૂં, શ્રી ભીખુભાઇ ટાંક, સમાજના કેળવણી સહાયક મંડળ ના ઉપપ્રમુખ શ્રી રમણિકભાઈ મારૂ, વિશ્વકર્મા કારીગર મંડળ ના પ્રમુખ શ્રીવિજય ચોટલીયા, શ્યામ યુવક મંડળ ના ઉપપ્રમુખ શ્રી હરેશભાઇ ટાંક,સેવા સંઘ ના પ્રમુખશ્રી સુરેશભાઈ સોલંકી, મહિલા મંડળ ના પ્રમુખ શ્રીમતી ઉર્વીબેન ટાંક, સમાજ ના આગેવાન શ્રી જયંતિભાઈ મનાણી,હિરેનભાઈ સોલંકી,સાથે દરેક મંડળ ના હોદેદારો તથા જ્ઞાતિજનો ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાંશ્રી ગુર્જર ક્ષત્રીય સમાજનાં સર્વાનુમતે પ્રમુખ પદે વરણી કરાયેલ શ્રી ભરતભાઇ ટાંકનું શ્યામવાડીનાં શ્યામ ધામ મંદિર ખાતે સર્વે જ્ઞાતીજનો અનેઆગેવાનોદ્વારાઉમંગભેર સન્માન કરવામાં આવ્યું હતું. એસજીકેકેએસનાં સર્વાનુમતે વરાયેલ પ્રમુખ શ્રી ભરતભાઇ ટાંકે, તમામ જ્ઞાતીજન, તમામ ટ્રસ્ટીગણ સાથે શ્રી મનસુખભાઇ ગેેડીયા, શ્રી કેશુબાપા ચાવડા, શ્રી મનસુખભાઇ ચૌહાણ અને અમરેલી એસજીકેકેએસ સમાજમાં ચાલતા તમામ મંડળનાં યુવાનો, મંડળનાં પ્રમુખશ્રીઓ અને તમામ યુવા હોદ્દેદારશ્રીઓનો આભાર માન્યો