ગૂગલના સર્વરમાં ધબડો થતાં જી-મેલ,યૂટ્યૂબ સહિતની સેવાઓ ખોરવાઇ

ગૂગલના સર્વરમાં ધબડકો બોલતા વૈશ્ર્વિક ક્રેકડાઉન બોલ્યું હોવાના અહેવાલ છે, આ ધબડકાના પગલે ગુગલની G-Mail, YouTube સહિતની સેવાઓ બંધ થઈ જતા ભારતમાં ઓફિસમાં અને ઘરોમાં નોકરી કરી રહેલા યૂઝર્સને સમી સાંજે હૈયાહોળી થઈ છે. ગૂગલની અન્ય સેવાઓ પણ તેની નિયમ સ્પીડ કરતા ધીમી પડી ગઈ હોવાના પગલે આ સર્વરનો ધબડકો છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. જોકે, આ લખાઈ રહૃાું છે ત્યાં સુધી ટેક ઝાયન્ટ તરફથી હજુ સુધી કોઈ ખુલાસો આપવામાં આવ્યો નથી પરંતુ ભારતમાં પોતાના ઘરમાં અને ઑફિસમાં કામ કરતા લાખો વપરાશકર્તાઓ સમી સાંજે અટવાયા છે.
ગૂગલ એપ્સ ડાઉન થતાની સાથે જ યૂ-ટ્યૂબ પર #YouTubeDOWN હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યો છે. આ પહેલીવાર નથી કે ટેકઝાયન્ટ ગૂગલની સેવાઓનો ધબડકો બોલ્યો અને લોકોએ ફિરકીઓ લેવાની શરૂ કરી. જોકે, ગૂગલની સેવા સાથે લાખો યૂઝર્સ જોડાયેલા હોવાથી આ સર્વર ડાઉનનો ફટકો વેપાર-ધંધા પર પડવો સ્વાભાવિક છે.