પહેલા ભારતે ચીનના ૫૯ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી ફરીથી ૪૭ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે ગૂગલે પણ ચીનની તરફ ખાસ પગલું લીધું છે. ઉલ્લેખનીય છે ગૂગલના આ નિર્ણયથી ચીનને મોટો ઝટકો લાગશે. ગૂગલે ચીનની ૨૫૦૦થી વધારે યૂટ્યૂબ ચેનલ્સને ડિલિટ કરી છે.
ઉલ્લેખનીય છે કે આ ચીની યૂટ્યુબ ચેનલ્સની મદૃદૃથી ભ્રામક જાણકારી ફેલાવવામાં આવી રહી હતી. તેની જાણકારી મળતાં વીડિયો શેિંરગ પ્લેફોર્મે આ ચીની યૂટ્યૂબ ચેનલ્સને હટાવી દૃીધી છે. ગૂગલે કહૃાું કે આ યૂટ્યૂબ ચેનલ્સને એપ્રિલ અને જૂનની વચ્ચે જ હટાવી દૃેવામાં આવી હતી. ગૂગલનું કહેવું છે કે ચીન સાથે જોડાયેલા ઈન્લુએન્સ ઓપરેશનને માટે ચાલી રહેલી તપાસના આધારે આ પગલું લેવામાં આવ્યું છે.
ગૂગલે પોતાની ભ્રામક જાણકારી વાળા ઓપરેશનના ત્રિમાસિક બુલેટિનમાં સૂચના આપી છે અને તેમાં કહૃાું છે કે યૂટ્યુબના આધારે આ ચેનલ્સ પર ખાસ કરીને સ્પૈમી, નોન પોલિટિકલ કન્ટેન્ટ પોસ્ટ થતું હતું. પરંતુ તેમાં રાજનીતિ સાથે સંકળાયેલી વાતો પણ હતી. જો કે ગૂગલે આ ચેનલના નામનો કોઈ ખુલાસો કર્યો નથી, પણ કેટલીક સૂચનાઓ આપી છે. કંપનીએ કહૃાું છે કે હવે ટ્વિટર પર પણ આવી એક્ટીવીટીવાળા વીડિયોની િંલક જોવા મળી રહી છે.