ગૂગલે જીં દગીના પ્રશ્ર્નો અને રસ્તાઓ અઘરા બનાવી  દિધા ગૂગલે જીં દગીના પ્રશ્ર્નો અને રસ્તાઓ અઘરા બનાવી  દિધા?

મારી પેઢીના જે લોકો છે તેમની પાસે આજની પેઢીના યુવાનો જેટલી જ સમસ્યાઓ અને પ્રશ્ર્નો હતા. છતાં મારી પેઢીના દોસ્તોને ક્યારેય જીં દગીનો ભાર ન લાગ્યો, નિરાશા ન આવી અને કદાચ ડીપ્રેશન જેવા શબ્દની પણ ખબર ન્હોતી. ક દાચ તેનું કારણ એવું હતું કે જીંદગીનો સંઘર્ષ જ એટલો હતો, સુવિધાઓનો અભાવ હતો, જેના કારણે કોઈનું સરનામું પુછવાથી લઈ જીં દગીના નાના અને મોટા તમામ પ્રશ્ર્નો માટે પોતે સંઘર્ષ કરવો પડતો હતો. આજે સુવિધા આવી અને સંઘર્ષ જતો રહૃાો.
આપણે એવું માનીએ છીએ કે સુવિધાએ આપણી જીંદગીને સરળ બનાવી, પણ મારો વ્યક્તિગત મત એવો છે કે સુવિધાને કારણે સંઘર્ષ ભલે ગયો પણ સુવિધાએ જીંદગીને જટીલ બનાવી  દિધી. ગૂગલની ગેરહાજરીમાં જીં દગીના પ્રશ્ર્નો અને જીં દગીના રસ્તાઓ શોધવા માટે પોતે મથામણ કરવી પડતી હતી અનેક ભૂલો પણ થતી, નિષ્ફળતાઓ પણ મળતી અને રસ્તો પણ મળતો. જોકે રસ્તો અને ઉકેલ મેળવવાનો સમય ધીરજ માગી લેતો હતો, પણ તેમાં નિરાશાની ગેરહાજરી અને ઉત્સાહનો વિજય થતો હતો. આજે આપણે માનીએ છીએ કે સુવિધાએ જીંદગીને સરળ બનાવી છે પણ મને લાગે છે કે ગૂગલે યુવા પેઢીની જીંદગીને કન્યૂઝ કરી છે.
આપણે મોટાભાગની સમસ્યાઓ માણસને માણસ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તેની જ હોય છે. તે વ્યવહારમાં આપણી ભૂલ પણ થાય છે અને તે ભૂલમાંથી આપણે શિખીએ પણ છીએ પણ હવે નવી પેઢી માણસને માણસ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, કેવા પ્રશ્ર્નો આવશે, તેનો ઉત્તર શું હોઈ શકે તેને સમજવા ગૂગલનો સહારો લીધો છે. અને મને લાગે છે કે ગૂગલની ટેક્નોલોજી હજુ માણસને સમજવામાં વામણી છે. સંબંધોનું રસાયણ ગૂગલ સમજી શક્તું નથી કારણ કે આ ગણિત પણ નથી અને વિજ્ઞાન પણ નથી, આ વ્યાપાર પણ નથી અને સેવા પણ નથી.
નવી પેઢી જીં દગીના તમામ પ્રશ્ર્નોની અપેક્ષા ગૂગલ પાસે રાખે છે, તે પોતાના જીવનનો ઉત્તર શોધવા સંઘર્ષ કરતો નથી અને રસ્તાઓની શોધ કરતો નથી. નવી પેઢીને બધું જ હાથવગું જોઈએ છે. તેમને લાગે છે કે ટેક્નોલોજીની સુવિધાએ જો બધું જ આપી  દિધું છે તો મહેનત કરવાની જરૂર નથી, પણ જ્યારે સુવિધા સંઘર્ષ વગર મળે ત્યારે સમસ્યા વધારે છે. જે ગામની નદિ ઉપર અગાઉથી જ પુલ બંધાયેલો હોય તે ગામના યુવાનોને તરતા આવડતું નથી. સુવિધા સામે વાંધો પણ નથી, પણ સંઘર્ષ કરતાં આવડવો જરૂરી છે. કોરોનાએ શિખવાડ્યું કે સુવિધાઓનું આયુષ્ય સિમિત છે, પણ સંઘર્ષનો કોઈ પર્યાય નથી. પ્રશ્ર્ન જીંદગીનો હોય કે કોઈ રસ્તો શોધવાનો હોય જે ગૂગલના સહારે નથી તેને ચોક્કસ રસ્તો મળે છે.
મારી પેઢીના લોકો જ્યારે કોઈ વ્યક્તિને અજાણ્યા શહેર કે અજાણ્યા વિસ્તારમાં જઈ સરનામું પુછતાં ત્યારે ગૂગલનું આટલું આગમન ન્હોતું પણ માણસ સમૃદ્ધ હતો. જેને સરનામું પુછવામાં આવ્યું છે તે સામો સવાલ કરતો કે છગનભાઈના બાપાનું પુછો છો? મગનભાઈના  દિકરાનું પુછો છો? તમે જેનું સરનામું પુછતા તેના એક કિલોમીટર  દુર પણ માણસને માણસ સાથેનો નાતો હતો. તેને માત્ર સરનામા સાથે નહીં, તે સરનામે રહેતા માણસની િંચતા અને પરિચય હતો, પણ આજે ગૂગલના આગમન પછી પડોશમાં રહેતો માણસ કોણ છે અને તેની સમસ્યા શું છે તેની પણ આપણને ખબર નથી. તો આપણે સુખી ક્યારે હતા, ગૂગલની હાજરીમાં કે ગૂગલની ગેરહાજરીમાં?