ગૂગલ સતત નવું આપનારી અને પરિવર્તનશીલ રહી છે

તા. ૬.૭.૨૦૨૨ બુધવાર, સંવંત ૨૦૭૮ આષાઢ સુદ સાતમ, ઉત્તરાફાલ્ગુની  નક્ષત્ર,વરિયાન યોગ, ગર  કરણ આજે   જન્મેલાંની  ચંદ્રરાશિ  કન્યા (પ ,ઠ ,ણ) રહેશે  .

મેષ (અ,લ,ઈ) : કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે,બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.
વૃષભ (બ,વ,ઉ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.
મિથુન (ક,છ,ઘ) :  જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
કર્ક (ડ,હ)       : નવા કાર્યમાં આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.
સિંહ (મ,ટ) :  આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.
કન્યા (પ ,ઠ ,ણ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય.
વૃશ્ચિક (ન ,ય) : નવા વિચાર થી મન સારું રહે ,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ ): નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.
મકર (ખ,જ) : ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) : મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): વિવાહયોગ્ય મિત્રો માટે સારી  વાત આવી શકે છે,સુંદર દિવસ.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

જ્યોતિષશાસ્ત્રમાં આકૃતિઓનું પણ વિશેષ મહત્વ છે. વિવિધ આકૃતિઓ અને આકારના મળવાથી યંત્ર તૈયાર થાય છે. જે તે આકૃતિ અને આકાર મુજબ યંત્રનું કાર્ય નિર્ધારિત થાય છે. યંત્રમાં રંગ અને આકાર, આકૃતિ દ્વારા વિશેષ ઉર્જા સંપાદિત થાય છે. આ જ નિયમ રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતી આકૃતિ, આકાર અને રંગને લાગુ પડે છે. કંપની કે વ્યક્તિગત રીતે ઉપયોગમાં લેવાતા લેટરપેડ, વિઝિટિંગ કાર્ડની ડિઝાઇન વિગેરેનો સારો એવો પ્રભાવ જોવા મળે છે. ખાસ કરીને કંપનીઓ જે લોગો પસંદ કરે છે તે પણ કંપનીના વલણ પર અસર કરતો હોય છે જેમ કે માર્ક ઝકરબર્ગે મેટાનો જે લોગો ઇન્ફાઇનાઇટ નિશાની બ્લુ કલરમાં બનાવ્યો તે પછી ઘણા ટોપ લેવલના કર્મચારીઓ કંપની છોડતા જોવા મળ્યા તથા મેટાનો રિસ્પોન્સ હજુ જોઈએ તેવો સાંપડતો નથી કેમ કે ઇન્ફાઇનાઇટ-અનંત એ એક કલ્પના છે વળી અનંતએ  ફરી ફરી ને એક જ પોઇન્ટ પર ઉભા રહેવાનું સૂચન છે માટે આ લોગો સાથે કંપની ઘણી મુશ્કેલીઓનો સામનો કરતી જોવા મળશે. કંપનીના લોગોની વાત કરીએ છીએ તો સર્ચ એન્જીન સાથે ઘણું બધું પીરસતી ગૂગલ તેના લોગોમાં આવતા બે ‘ઓ’ ના વર્તુળોના કારણે સતત નવું આપનારી અને પરિવર્તનશીલ  રહી છે અને સતત કૈં ને કઈ નવું ઉમેરી પોતાનું સ્થાન બરકરાર રાખી શકી છે. તો પ્લે નું બટન ધરાવતા આડા પડેલા ત્રિકોણ અને લાલ રંગ ધરાવતું યુટ્યુબ પ્રતિસ્પર્ધીને ઉગતા જ ડામી શકે છે કેમ કે લાલ રંગ અને ત્રિકોણ શત્રુ પર વિજય અપાવી મોનોપોલી આપનાર બને છે.