ગેમમાં દેખાઈ ગલવાન ઘાટીની ભારત-ચીનનાં સૈનિકો વચ્ચેની હિંસક અથડામણ

  • અક્ષય કુમારે ફૌજીનો ટીઝર વીડિયો કર્યો રિલીઝ

    પબજી મોબાઈલ ભારતમાં બેન થયા બાદ અક્ષય કુમારે એ ફૌજી મોબાઈલ ગેમનું પોસ્ટર રિલીઝ કર્યું હતું. અને હવે અક્ષય કુમારે ફૌજીનો ટીઝર વીડિયો રિલીઝ કર્યો છે. આ ગેમને બેંગ્લુરુ બેઝ્ડ nCORE ગેમિંગ ફર્મે ડેવલપ કરીછે. આ ગેમના જાહેર કરેલ વીડિયોમાં થોડા મહિનાઓ પહેલાં લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ દેખાડવામાં આવી છે. જે રીતે થોડા સમયમાં ભારત અને ચીની સૈનિકોની વચ્ચે બોર્ડર પર અથડામણ અને ઝપાઝપી થઈ હતી, તે પણ ગેમના ટ્રેલર વીડિયોમાં દેખવામાં આવી શકે છે. આ ટ્રેલરમાં ગન્સનો ઉપયોગ થતું હોય તેવું દેખાડવામાં આવ્યું નથી. અને એકબીજા સાથે ગન વગર હાથ વડે ફાઈટ કરતાં જોવા મળે છે.
    ફૌજી ગેમ nCore અને અક્ષય કુમારની પાર્ટનરશિપ હેઠળ આ ગેમ લોન્ચર કરવામાં આવશે. આ ટ્રેલર વીડિયો ૧ મિનિટનો છે અને તેમાં ફૌજી ગેમનો ફર્સ્ટ લૂત આપવામાં આવ્યો છે. ભારત અને ચીન વચ્ચે હાલ સંઘર્ષ ચાલી કરહૃાો છે. અને તેવામાં આ ગેમ પણ આ તકનો લાભ લેવા માટે ગલવાન ઘાટીને દેખાડવામાં આવી છે. nCore ગેમિંગ મુજબ આ ગેમને નવેમ્બર સુધીમાં લોન્ચ કરી દેવામાં આવશે.
    આ ટ્રેલરમાં મિલિટરી કેરેક્ટર્સ અને ત્રિરંગો પણ દેખાડવામાં આવ્યો છે. જો કે આ ટ્રેલરના ગેમના મિશન અને લેવલ અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી. આ કંપની મોબાઈલ માટે ગેમ લઈને આવશે કે પછી કોમ્પ્યુટર વર્ઝન પણ હશે તે પણ હજુ સુધી સાફ નથી. દશેરાના દિવસે અક્ષય કુમારે આ વીડિયો શેર કર્યો હતો. FAU-G નું ફૂલ ફોર્મ Fearless and United Guards છે. લોકો તેને ફૌજીની કોપી પણ કહી રહૃાા છે. હવે જોવાનું રહેશે કે તે પબ્જીની જેમ ફેમસ થઈ શકે છે કે કેમ.