ગેમ રિયાલિટી શો ’કૌન બનેગા કરોડપતિ ૧૨’નો પ્રોમો રિલીઝ

ગેમ રિયાલિટી શો ’કૌન બનેગા કરોડપતિ ૧૨’નો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. આ પ્રોમોમાં અમિતાભ બચ્ચન હોટ સીટ પર બેઠેલા જોવા મળ્યા હતા. આ વખતે શોની નવી થીમ ’સેટબેક કા જવાબ કમબેક’ એ રીતની છે. નવા પ્રોમોમાં અમિતાભ બચ્ચન હોટ સીટ પર બેઠેલાં જોવા મળે છે. આ સાથે જ તેમની સામે એક સ્પર્ધક છે. સ્પર્ધક પહેલા સવાલનો જવાબ આપે છે અને તે ૧૦૦૦ રૂપિયા જીતે છે.
૧૦૦૦ રૂપિયા જીત્યા બાદ સ્પર્ધક ઘણો જ ખુશ જોવા મળે છે. અમિતાભે સ્પર્ધકને સવાલ પૂછ્યો હતો કે તમે એક હજાર રૂપિયા જીતીને કેમ આટલા ખુશ છો? આ સવાલ પર સ્પર્ધકે જવાબ આપ્યો હતો, સર મેં ૫૦૦ રૂપિયામાં મારો બિઝનેસ શરૂ કર્યો હતો અને ૧૦ કરોડ સુધી લઈ ગયો હતો અને પછી બધું બરબાદ થઈ ગયું હતું. આ વખતે હું ૧૦૦૦ રૂપિયામાં તો મારો બિઝનેસ શરૂ કરી શકીશ. વિચારો કે હવે હું આ બિઝનેસને ક્યાં સુધી લઈ જઈ શકીશ. આ વાત સાંભળીને અમિતાભે કહૃાું હતું, સાચી વાત છે મિત્રો, સેટબેકનો જવાબ કમબેકથી આપો.