ગેલ હવે ટી ૨૦ માં ૧૦૦૦થી વધુ સિક્સર ફટકારનાર વિશ્વનો પહેલો બેટ્સમેન બન્યો

વિશ્વની સૌથી વધુ સિક્સર ફટકારનાર કિંગ ક્રિસ ગેલ ટી -૨૦ ક્રિકેટમાં ગેલે રાજસ્થાન સામે ૮ સિક્સર ફટકારી હતી. ટી -૨૦ ક્રિકેટમાં એક હજાર સિક્સર પૂર્ણ કર્યા છે. ૪૧ વર્ષનો ગેલ વિશ્વની દરેક મોટી ટી ૨૦ લીગમાં રમે છે. ક્રિસે એક પછી એક મેચ પછી મેચમાં સિક્સરની હારમાળા સર્જી દીધી. ગેલે ફટકારેલી સિક્સર પર એક નજર કરીએ તો ગેલના નામે આ રેકોર્ડ છે. આગામી દિવસોમાં કોઇ પણ બેટ્સમેન માટે આ પડકાર મુશ્કેલી ભર્યો રહેશે તેમાં કોઇ શંકા નથી. ૧૦૦૧- ક્રિસ ગેલ હવે ટી ૨૦ માં ૧૦૦૦થી વધુ સિક્સર ફટકારનાર વિશ્વનો પહેલો બેટ્સમેન બન્યો છે. ૨૦૦૬ માં તે જમૈકા તરફથી રમ્યો અને પ્રથમ સિક્સર ફટકારી હતી.

૩૪૯- આઇપીએલમાં ગેલ અત્યાર સુધીમાં મહત્તમ ૩૪૯ સિક્સર મારી ચૂક્યો છે. કોઈ પણ લીગમાં સિક્સર લગાવવાનો આ રેકોર્ડ છે. ૨૬૩- બેંગ્લોર રોયલ ચેલેન્જર્સનો ક્રિસ ગેલ રમવા માટે, તેણે અત્યાર સુધીમાં ૨૬૩ સિક્સર ફટકારી છે. આ એક જ ટીમના સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ છે. ૬૧- ગેલે કિંગ્સ ઇલેવન પંજાબ સામે સૌથી વધુ ૬૧ સિક્સર ફટકારી છે. કોઈપણ એક ટીમ સામે આ રેકોર્ડ છે. વર્ષ ૨૦૧૮ થી પંજાબ માટે રમે છે તેણે ૮૪ સિક્સર પણ ફટકારી છે.

૧૩૫- ગેલે વર્ષ ૨૦૧૫માં ૧૩૫ સિક્સર ફટકારી હતી. એક વર્ષમાં સૌથી વધુ સિક્સર લગાવવાનો આ રેકોર્ડ છે. ૧૮- ગેલ કોઈપણ ટી ૨૦ મેચમાં વધુમાં વધુ ૧૮ છગ્ગા ફટકાર્યો છે. ગેલે ૨૦૧૫માં બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં આ પરાક્રમ કર્યુ હતુ. ૧૭- ગેલે સૌથી વધુ બ્રાવો બોલમાં ૧૭ સિક્સર ફટકારી છે. ૧૮- ગેલ ૧૮ વખત એક જ મેચમાં ૧૦ થી વધુ છગ્ગા લગાવ્યા છે. કોઈ પણ બેટ્સમેને ૩થી વધુ વખત આ સિદ્ધિ નથી મેળવી શક્યુ.