ગેસના ભાવમાં આગામી મહિને ૧૦-૧૧ ટકાનો વધારો થઇ શકે

ગેસ ના ભાવમાં વધારાથી ગાડી ચલાવવી અને ભોજન બનાવવું મોંઘુ બનશે. એટલે કે લગભગ ફરી જનતાને બમણો માર પડવાનો છે. જોકે નવી ડોમેસ્ટિક ગેસ પોલિસી ૨૦૧૪ હેઠળ દર છ મહિનામાં નેચરલ ગેસના ભાવ નક્કી કરવામાં આવે છે. તેના અનુસાર હવે આગામી સમીક્ષા ૧ ઓક્ટોબરના રોજ થશે. ઓક્ટોબર બાદૃ એપ્રિલ ૨૦૨૨ માં ગેસના ભાવ નક્કી થશે.વધતી જતી મોંઘવારીના કારણે ફરી એકવાર આકરો ઝટકો લાગવાનો છે. ફરી એકવાર સીએનજી (CNG) અને પાઇસના રસોઇ ગેસના ભાવ (PNG) માં આગામી મહિને ૧૦-૧૧ ટકાનો વધારો થઇ શકે છે. ઓક્ટોબરમાં સરકાર ગેસના ભાવમાં લગભગ ૭૬ ટકાનો વધારો કરી શકે છે. આવો જાણીએ હવે કેટલી વધશે િંકમત.