ગેસની બોટલ પહોંચાડવાના દર વધારે વસૂલે તો કડક કાર્યવાહી કરો

  • જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયાએ કલેક્ટરને પત્ર પાઠવી ધારદાર રજૂઆત કરી : ગેસની બોટલ પહોંચાડવા માટે પરિવહન દર નિયમથી વધારે વસુલાય જ નહીં
  • 5 કિલોમીટરનું કાર્યક્ષેત્ર ધરાવતા ડીસ્ટ્રીબ્યુટરો 5 કિલોમીટરનું અંતર હોય તો પરિવહન ચાર્જ લઇ શકે જ નહીં : સરકારનાં નિયમોની અવગણનાં કરનાર સામે કડક પગલા ભરો

અમરેલી,
ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રા. બા. વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ગેસ સિલિન્ડર પહોંચાડવાના નક્કી કરવામાં આવેલા પરિવહન દર પાંચ કી.મી. કાર્યક્ષેત્ર ધરાવતા ડિસ્ટ્રીબ્યુટર માટે0થી 5 કી.મી. હોય તો પરિવહન દર લઈ શકે નહિ5 કી.મી. થી વધુ અને 6 કી.મી. સુધી 7.20 રૂપિયા પરિવહન દર લઈ શકે છે6 કી.મી. થી વધુ હોય ત્યારે પ્રતિ કી.મી. 1.20 રૂપિયા લઈ શકે છે પણ મહત્તમ 30 રૂપિયા સુધી જ દર લઈ શકાશે.
15 કી.મી. કાર્યક્ષેત્ર ધરાવતા ડિસ્ટ્રીબ્યુટર માટે 0થી 15 કી.મી. હોય તો પરિવહન દર લઈ શકે નહિ 15 કી.મી. થી વધુ અને 16 કી.મી. સુધી 12 રૂપિયા પરિવહન દર લઈ શકે છે16 કી.મી. થી વધુ હોય ત્યારે પ્રતિ કી.મી. 1.20 રૂપિયા લઈ શકે છે પણ મહત્તમ 30 રૂપિયા સુધી જ દર લઈ શકાશે.આત્મનિર્ભર ભારતના પ્રણેતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઝડપથી અને સરળતાથી ગ્રામ્ય વિસ્તારમા પણ એલપીજી ગેસ સિલિન્ડર મળી રહે તે માટેની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.
ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આ સુવિધા ખુબ ફળદાયી સાબિત થઈ રહી છે પણ અમુક ડિસ્ટ્રીબ્યુટર સરકારશ્રીના નિયમોને અવગણીને નક્કી થયેલા પરિવહન દર કરતાં વધુ દર વસૂલે છે તેવી માહિતી જાણવા મળી છે તેના અનુસંધાને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા જિલ્લા કલેકટર અને સંબંધિત વિભાગમાં જાણ કરી ને કડક કાર્યવાહી કરવા માટેની રજુઆત કરી હતી.
કૌશિકભાઈએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમા ગેસ સિલિન્ડર પરિવહન દર ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રા. બા. વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યા હોય છે. વિભાગ દ્વારા નિર્ધારિત થયેલા દર કરતા અમુક ગેસ એજન્સીઓ ખોટી રીતે પરિવહન દર વધુ લઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે કલેકટરમાં રજૂઆત કરવામાં આવી છે કે સરકારશ્રી દ્વારા નિર્ધારિત પરિવહન દર કરતા વધુ દર લેનારા ડિસ્ટ્રીબ્યુટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમના લાયસન્સ રદ કરવામાં આવે. જો કોઈ ગામમાં એજન્સી દ્વારા ગેરરીતિ કરવામાં આવતી હોય અને ખોટા ભાવ લેવામાં આવતા હોય તો ત્વરિત જાણ કરવી જેથી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય.