ગોંડલ,ગુંદાસરા ગામ પાસે પરપ્રાંતિય યુવાનને ગળે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધેલી હાલતમાં લાશ મળી આવી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે ધર્મજીવન સોસાયટીમાં શેરી નં- ૨ માં રહેતા અને શાપર વેરાવળમાં કારખાનામાં કામ કરતા બિહારી યુવાનની કોઈ શખ્સે ગળાના ભાગે છરીના ઘા મારી હત્યા નીપજાવી દૃેતા ઘટનાની જાણ ડીવાયએસપી, તાલુકા પોલીસ, એલસીબી પોલીસને થતા ઘટના સ્થળે દોડી જઇ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.