ગોંડલમાં મ્યુની. ફાયનાન્સ બોર્ડની ઝોનલ બેઠક યોજતા શ્રી ભંડેરી

અમરેલી,
ગોંડલમાં ગુજરાત મ્યુનીસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીના અધ્યક્ષ સ્થાને બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી બીસી પટ્ટણી અને રાજકોટ ઝોનના પ્રાદેશીક કમિશ્નર સ્તુતી ચારણની ઉપસ્થિતીમાં રાજકોટ ઝોન અંતર્ગત આવતા છ જિલ્લાઓ કચ્છ, મોરબી , રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકાની 29 પાલીકાઓના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેનો, ચીફ ઓફીસરો સાથે પાલીકામાં અમલી વિવિધ વિકાસ યોજનાઓની સમીક્ષા બેઠક મળી હતી બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ભુપતભાઇ ડાભી, ગોપાલભાઇ શિંગાળા, પ્રાદેશીક કમિશ્નર સ્તુતી ચારણ અને અશોકભાઇ પીપળીયા દ્વારા દિપ પ્રાગટય બાદ ઝોન બેઠકનું ઉદઘાટન થયુ હતુ સ્વાગત બાદ બોર્ડના સચિવશ્રી નટુભાઇ રવજીએ બેઠકનો હેતુ સમજાવ્યો હતો અને શહેરી વિકાસ વિભાગ હસ્તકની પાલીકા મહાપાલીકાઓમાં વિવિધ વિકાસ યોજનાઓ અંતર માળખાકીય સુવિધાના વિકાસ માટે ફાળવાતી ગ્રાન્ટ તથા ઝોન પ્રમાણે પાલીકાઓના વન ટુ વન રીવ્યુ અનુસંધાને યોજનાઓની સમીક્ષા કરવા જણાવ્યુ હતુ.
આ તબક્કે પાણીની યોજનાઓ ભુગર્ભ ગટર, એચટીપી, પાણી શુધ્ધી પ્લાન્ટ, વિગેરે કામોની સમીક્ષા માટે છ જિલ્લાના કાર્યપાલક ઇજનેરો હાજર રહયા હતા અને હાથ ધરાયેલા પ્રયાસોનું પ્રેઝન્ટેશન કર્યુ હતુ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યુ કે ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રી મોદીએ આંતર માળખાકીય સુવિધાઓ પાલીકામાં અમલી બનાવીને તેનું ફન્ડ મ્યુનીસીપલ ફાયનાન્સ બોર્ડ હવાલે મુકવામાં આવે છે.
તે ઉપરાંત કેન્દ્રના નાણા પંચની યોજના હેઠળ પણ મોટુ ફન્ડ બોર્ડના હવાલે મુકવામાં આવે છે વિકાસ યોજનાઓ ઝડપથી આયોજન અને અમલીકરણ થાય તે નક્કી કરવા બોર્ડ પ્રયાસરક્ત છે અમે રીવ્યુ પણ કરવામાં આવે છે.
વણ ઉપરાંત રકમોનું શહેરી વિકાસ કામો માટે આયોજન કરીને તાંત્રીક વહીવટી મંજુરી મેળવી આગામી ચુંટણીઓની આચારસહિંતા અમલમાં આવે તે પહેલા મહત્વના વિકાસ કામોની ટેન્ડર પ્રક્રિયા પુર્ણ કરીને એજન્સી નક્કી કરીને ફાળવેલ ગ્રાન્ટ યોજનાના તમામ વિકાસ કામો શરૂ થઇ જાય તેની કાળજી લેવા અપીલ કરી હતી અને ફાયનાન્સ બોર્ડને નાના મધ્યમ કક્ષાના શહેરોની વિકાસ માટે મહત્વની જવાબદારી સુપ્રત કરી છે તે બોર્ડ દ્વારા સક્રીયતા પુર્વક નીભાવવામાં આવે છે ઝડપથી ગ્રાન્ટ ફાળવણીના દતકી હુકમો કરીને માસિક સમીક્ષા બેઠકો અને દર છ મહિને ઝોનની 162 પાલીકાઓના પદાધિકારીઓ અધિકારીઓ ઝોન બેઠક હાથ ધરવામાં આવે છે.
વિકાસ કામોમાં કોઇ મુશ્કેલી હોય તો બોર્ડ ખાતે સોમવાર કે મંગળવારે સંપર્ક કરી શકાશે તેવુ શ્રી ભંડેરીએ જણાવ્યુ હતુ બેઠકનું સંચાલન રાજકોટ ઝોનના ચીફ ઓફીસર તીલક શાસ્ત્રીએ કર્યુ હતુ આભાર વિધી ગોંડલ પાલીકા પ્રમુખ અશોકભાઇ પીપળીયાએ કરી હતી.