ગોંડલ પાસે એક કરોડનો દારૂ પકડતી શ્રી નિર્લિપ્ત રાયની ટીમ

અમરેલી,
ગોંડલના બીલીયાળામાં એસએમસીની ટીમે એસપીશ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન નીચે દરોડો પાડી 1020 પેટી ઇંગ્લીશ દારૂ ઝડપી લીધો હતો રાજકોટનાં જંગલેશ્ર્વરના કુખ્યાત બુટલેગર અલ્તાફ છ આંગળી અને તોસીફના નામો ખુલ્યા હોવાનું જાણવા મળ્યુ છે આ દરોડા અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટ ગોંડલ રોડ વચ્ચે બીલીયાળા ખાતે રાધ્ો હોટલની બાજુમાં ઇંગ્લીશ દારૂ વેંચાય છે તેવી બાતમી આધારે રાજકોટ રૂરલમાં એસએમસીની ટીમે ત્રાટકી 12084 બોટલ દારૂ અને રોકડ રકમ તથા મોબાઇલ ફોન એક ટ્રક બે આઇસર બે બોલેરો પીકઅપ ટાટા 407 અને 190 ટોમેટો કેરેટ મળી કુલ રૂા. 1,07,41,370 નો મુદામાલ સાથે 4 શખ્સો જેમાં મહેબુબ રફીક મીર રાજકોટ, ઇલ્યાસ હુસેનભાઇ કયડા રાજકોટ, અલ્તાફ દાઉદભાઇ ઠેબા ભેસાણ, સોયેબ રજાકભાઇ ઓળીયાને પકડી પાડેલ છે જ્યારે 19 શખ્સો જેમાં અલ્તાફ ઉર્ફે છ આંગળી, તોસીફ ઉર્ફે બાઘો, રીયાજ ઉર્ફે પીન્ટુ અને ટ્રક ડ્રાઇવર તથા ટ્રકમાં દારૂનો જથ્થો મોકલનાર સપ્લાયર અને વિજય કાઠી જસદણ, રાણા રબારી જુનાગઢ, કાનભા રાજકોટ, હરપાલસિંહ જાડેજા, બોલેરો ચાલક આજાદ હેરાનજા ઉર્ફે પાવડર આઇસરના ડ્રાઇવર ઇમરાન બેલીમ હુસેન સતારભાઇ જંગલેશ્ર્વર, રાજુ સહિત 19 શખ્સોને પકડી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. આ દરોડામાં રેઇડીંગ ઓફીસર તરીકે પીએસઆઇ સી.એન. પરમારે ફરજ બજાવી હતી.