ગોંડલ ભુણાવા ચોકડી પાસે અકસ્માતમાં કોઠારીયાના યુવાનનું મોત, યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું

અકસ્માત માટે કુખ્યાત બનેલા ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભુણાવા ચોકડી પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કોઠારીયાના યુવાનોનું મોત નીપજ્યું હતું. જ્યારે એક યુવતીને ગંભીર ઇજા થતાં રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તો સારવાર દરમિયાન તે યુવતીનું પણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ નજીકના કોઠારીયા ગામે રહેતા અને રાજકોટ શહેરના ન્યારી ડેમ પાસે આવેલા ડીરાશ કાફેમાં મેનેજર તરીકે નોકરી કરતા ૨૨ વર્ષીય હર્ષ ભરતભાઈ ભાલાળા ટાટા હેરિયર કાર લઇ ગોંડલ તરફ આવી રહૃાા હતા. ત્યારે ભુણાવા ચોકડી પાસે ટ્રક નંબર જીજે ૦૭ એક્સ ૭૯૫૦ અકસ્માત સર્જાતા પરિવારમાં એકના એક એવા આશાસ્પદ યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં અન્ય એક યુવતી ઘાયલ હોય તેને સારવાર માટે રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરિમયાન યુવતીનું પણ મોત નીપજ્યું હતુ. બનાવની જાણ હર્ષ ભાલાળાના પરિવારજનોને થતા ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે દૃોડી આવ્યા હતા. અકસ્માત અંગેની વધુ તપાસ તાલુકા પોલીસના જમાદૃાર એએસઆઈ બીએમ જાડેજાએ હાથ ધરી હતી.