ગોલ્ડન ગ્લોબ પછી ફિલ્મ RRR બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ બની

એસએસ રાજામૌલીની ફિલ્મ RRR દૃુનિયાભરમાં પોતાના નામનો ડંકો વગાડી રહી છે. RRR ફિલ્મે ફરી એક વાર ગ્લોબલ પ્લેટફોર્મ પર ભારતનું નામ રોશન કરી દૃીધું છે. ગોલ્ડન ગ્લોબ જીત્યા પછી રાજમૌલીની ફિલ્મ ‘RRR ને બેસ્ટ ફોરેન લેગ્વેંજ ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ જીત્યો છે. ક્રિટિક્સ ચોઇસ એવોર્ડના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ ગુડ ન્યૂઝ શેર કર્યા છે. ટ્વિટમાં લખ્યુ છે કે ઇઇઇ ફિલ્મના કાસ્ટ એન્ડ ક્રૂને અભિનંદન પાઠવ્યા છે. ફિલ્મએ બેસ્ટ ફોરેન લેગ્વેંજ ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ એમના નામે કરી દૃીધો છે. આ કેટેગરીમાં એસએસ રાજમૌલીની ફિલ્મ ‘આરઆરઆર એ ઓલ ક્વાઇટ ઓન ઘ વેસ્ટર્ન ફ્રન્ટ, અર્જેટિના ૧૯૮૫, બાર્ડો, ફોલ્સ ક્રોનિકલ ઓફ એ હેન્ડફુલ ઓફ ટુથ્સ, ક્લોઝ અને ડિસીઝન ટૂ લીવ, જેવી ફિલ્મોને ટક્કર આપી છે. આ બધી જ ફિલ્મોને પછાડતા આરઆરઆર ફિલ્મે ફોરેન લેંગ્વેજ ફિલ્મ માટે ક્રિટિર્સ ચોઇસ એવોર્ડ એના નામે કરી લીધો છે. ક્રિટિક્સ ચોઇસ એવોર્ડના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એસએસ રાજમૌલીનો એક વિડીયો પણ શેર કર્યો છે. આ વિડીયોમાં હાથમાં એ ટ્રોફી લઇને જોવા મળી રહૃાા છે. એમના ફેસ પર જીતની ખુશી સ્પષ્ટ દૃેખાઇ રહી છે. ‘આરઆરઆર ફિલ્મ ભારતીય સિનેમા માટે ખાસ બની રહી છે. આ પહેલા લોસ એન્જલસમાં આયોજીત ૮૦માં ગોલ્ડન એવોડ્સમાં એસ.એસ.રાજમૌલીની ફિલ્મ RRR એ ઇતિહાસ રચ્યો હતો. RRR ના ગીત ‘નાતુ-નાતુના બેસ્ટ ઓરિજનલ સોન્ગનો એવોર્ડ જીત્યો. જો કે આ સમાચાર મળતા જ ફેન્સ ખુશ-ખુશ થઇ ગયા હતા અને ત્યાં ઇઇઇ એ બેસ્ટ ફોરેન લેગ્વેંજ ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ જીતીને નવું નામ રોશન કરી લીધુ છે. ફિલ્મની સફળતાથી ખુશ રાજમૌલીએ એમના ટ્વિટર એકાઉન્ટ પર એક ખાસ ફોટો શેર કર્યો છે. આ ફોટામાં એ ફેમસ ડાયરેક્ટર જેમ્સ કેમરોનની સાથે ચર્ચા કરતા જોવા મળી રહૃાા છે. જેમ્સે આ ફિલ્મના ભરપૂર વખાણ કર્યા છે. જેમ્સના વખાણથી આલિયાએ એની સ્ટોરીમાં જેમ્સને ધન્યવાદ કહૃાું છે. આલિયાએ લખ્યુ છે કે..ઉફ..વોટ અ બ્યૂટીફૂલ મોર્નિંગ. જેમ્સ કેમરોન એડમાયર આરઆરઆ..લવ યૂ સર