ગૌશાળાને કાયમી ધોરણે પશુ દીઠ સહાય આપવા પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડની માંગ

  • રાજ્યના નાણામંત્રી અને પશુપાલન મંત્રીને પત્ર પાઠવતા શ્રી ઉંધાડ

વડિયા ગુજરાત ની વર્તમાન સરકાર દ્વવારા કોરોના કાળ માં લોકો ની સાથે ગૌશાળા ની પણ દરકાર કરી છે. વડિયા ની ગોવર્ધન ગૌશાળા ની મુલાકાત સમયે ગૌશાળા ના ટ્રસ્ટીઓ દ્વવારા જમીન વિહોણી ગૌશાળા ની કોરોના કાળ માં દાન ઓછુ થતા ખુબ મુશ્કેલી પડી રહી છે. આ બાબત ની રજુવાત પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડને કરતા તેમને રાજ્ય ના મુખ્ય મંત્રી, નાણાંમંત્રી અને પશુપાલન મંત્રી ને પત્ર લખી કાયમી ધોરણે ગૌશાળા ને પશુ દીઠ 25રૂપિયા ની સહાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવે છે. ગૌમાતા માટે એક નિસ્વાર્થ પુણ્ય નુ કામ કરવા માટે પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડ દ્વારા રજુઆત કરાઈ છે.