ગૌહર ખાને જૈદ દરબાદ સાથેના લગ્નના સમાચારને અફવા ગણાવ્યા

ગૌહર ખાન હાલ કોરિયોગ્રાફર જૈદ દરબાર સાથેના રિલેશન અને લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે. જૈદ મ્યુઝિક કમ્પોઝર ઇસ્માઇલ દરબારના દીકરા છે જેણે હાલમાં જ જણાવ્યું હતું કે બંને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે. ઇસ્માઇલના આ સ્ટેટમેન્ટ પછી સમાચાર આવ્યા કે બંને ડિસેમ્બરમાં લગ્ન કરવાના છે. જોકે ’બિગ બોસ ૧૪’માંથી બહાર નીકળીને ગૌહરે આને અફવા ગણાવી છે.
ગૌહર ખાન ’બિગ બોસ ૧૪’માં તૂફાની સિનિયર બનીને પહોંચી હતી જ્યાંથી તે બુધવારે પરત ફરી હતી. શોમાંથી બહાર આવીને ગૌહરે લગ્ન વિશે કહૃાું કે, ’આ માત્ર અફવાઓ છે, જો આવું કઈ હશે તો હું ખુદ બધાને જણાવીશ.’
હાલમાં જ સ્પોટબોયમાં પરિવારના નજીકના સૂત્રોના હવાલે લખવામાં આવ્યું હતું કે જૈદ અને ગૌહર ડિસેમ્બરમાં લગ્ન કરશે. લગ્ન મુંબઈમાં લેવિશ રીતે થશે. લગ્નની ડેટ નક્કી થયા બાદ વેન્યુ પણ બુક થઇ ગયું છે. ટૂંક સમયમાં વેડિંગ ડેટ જાહેર કરશે. બંનેના પરિવાર આ લગ્નથી ઘણા ખુશ છે અને તૈયારીઓ કરી રહૃાા છે.