ગૌહર ખાને વિદેશી લોકોના સમર્થનમાં ભારતીય સેલિબ્રિટીઝને ટાર્ગેટ બનાવ્યા

ખેડૂત આંદોલન અને તેની સાથે જોડાયેલા મુદ્દાઓને લઇ અમેરિકન પોપ સ્ટાર રિહાના સહિત કેટલાંય વિદેશી કલાકારોની ટ્વીટના જવાબમાં અક્ષય કુમાર, અજય દેવગણ, સચિન તેંડુલકર, અને કરણ જોહર જેવા કેટલાંય કલાકારોએ ટ્વીટ કરીને ખેડૂત આંદોલનને લઇ તેમની વાતોને દુષ્પ્રચાર ગણાવી. સેલિબ્રિટીઝના આ ટ્વીટને લઇ તાજેતરમાં ગૌહર ખાનએ પણ ટ્વીટ કરી છે જેમાં તેણે કટાક્ષ કરતા કહૃાું કે ઈંબ્લેકલાઈવ્સમેટરએ ભારતનો મુદ્દો નહોતો પરંતુ દરેક કલાકારે તેના સમર્થનમાં ટ્વીટ કરી. ગૌહર ખાને પોતાની ટ્વીટમાં ખેડૂત આંદોલનની વાત કરતાં લખ્યું કે ઈંબ્લેકલાઈવ્સમેટરએ ભારતનો મુદ્દો નહોતો પરંતુ દરેક ભારતીય કલાકારે તેના સમર્થનમાં ટ્વીટ કરી.
કારણ કે સ્વાભાવિક છે કે તમામની જિંદગી અગત્યતા ધરાવે છે. પરંતુ ભારતીય ખેડૂત? શું તેમની જિંદગી અગત્યતા ધરાવતી નથીપ ગૌહર ખાનનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર જોરદૃાર વાયરલ થઇ રહી છે, સાથો સાથ લોકો તેના પર ખૂબ કમેન્ટ પણ કરી રહૃાા છે.
આપને જણાવી દઇએ કે ગૌહર ખાન સિવાય નકુલ મહેતા, સ્વરા ભાસ્કર, વરૂણ ગ્રોવર, અને ઇરફાન પઠાને પણ આ વાતને લઇ ટ્વીટ કરી. ઈંબ્લેકલાઈવ્સમેટરનો આ મુદ્દો અમેરિકા સાથે જોડાયેલો છે જ્યારે હૃાુસ્ટનના રહેવાસી જ્યોર્જ લોયડ તેની ઉંમર ૪૬ વર્ષ હતી. મે મહિનામાં એક શ્ર્વેત પોલીસ ઓફિસર દ્વારા તેની ગર્દન દબાવાના લીધે તેમણે દમ તોડી દીધો હતો.
આ મામલાને લઇ અમેરિકામાં વ્યાપક સ્તર પર વિરોધ પ્રદર્શન થયું, સાથો સાથ ખૂબ આંદોલન અને ધરણાં પ્રદર્શન પણ કર્યા. માત્ર અમેરિકા જ નહીં પરંતુ આખા વિશ્ર્વમાં ‘બ્લેક લાઇવ્સ મેટર હેશટેગની સાથે ટ્વીટ કરી અને અમેરિકામાં બનેલી આ ઘટનાનો જોરદૃાર વિરોધ કરાયો. સામાન્ય લોકોની સાથો-સાથ સેલિબ્રિટીઝે પણ બ્લેક લાઇવ્સ મેટર માટે અવાજ ઉઠાવ્યો.