ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ શાળાના પ્રશ્ર્નો ઉકેલો : શ્રી મુકુંદ મહેતા

અમરેલી,

અમરેલી જિલ્લા ભાજપ શિક્ષણ સેલના શ્રી મુકુંદભાઇ મહેતાએ ગાંધીનગર ખાતે શ્રી કોૈશીકભાઇ વેકરીયાની ઉપસ્થિતિમાં શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોર તેમજ પ્રફુલભાઇ પાનસેરીયાને રૂબરૂ મળી અમરેલી જિલ્લાની ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ શાળાને સ્પર્શતા વિવિધ પ્રશ્ર્નોની રજુઆત કરી હતી જેમાં ગ્રાન્ટેડ શાળાના કોરોના સમયે જે સરકારી હાજરી અંગેના પરીપત્રને આગામી બે વર્ષ સુધી ચાલુ રાખવા અને ગ્રાન્ટેડ શાળાના આચાર્યને 5-1-65ના પરીપત્ર મુજબ ઇજાફાનો લાભ આપવા પ્રજ્ઞા વિનય મંદિર માંડવડાને ધો.10 નો શ્રમીક ગ્રાન્ટેડ વર્ગ વધારો આપવા અને ધો.9ના દરેક વિધાર્થીને સરસ્વતી સાધન યોજના અંતર્ગત સાઇકલ આપવા તથા દરેક ગ્રાન્ટેડ શાળાનેસોલાર રૂફટોપ આપવા અને સ્માર્ટ કલાસ આપવા તથા આચાર્યની ભરતી કાર્યવાહી કરવા અને શિક્ષકોની ઘટ છે ત્યાં તાત્કાલીક પ્રવાસી શિક્ષક આપવા પરીણામ આધારી નિભાવ ગ્રાન્ટ બદલે વર્ગ આધારીત ગ્રાન્ટ ફાળવવા રજુઆત અમરેલી જિલ્લાના આચાર્ય સંઘના મહામંત્રી અને શિક્ષણ સેલના સંયોજક મુકુંદભાઇ મહેતા દ્વારા કરવામાં આવી હતી આ રજુઆત વેળાએ શિક્ષણ સેલના મયુરભાઇ ગજેરા, વિજયભાઇ મહેતા, જયેશભાઇ ગોંડલીયા, વિપુલભાઇ ભટ, હસમુખભાઇ કરડ વગેરે સાથે રહયા હતા તેમ મીડીયા સેલના કન્વીનર કીશોરભાઇ ભોગાયતાએ જણાવ્યું હતું.