ગ્રેટા થનબર્ગ ટૂલકિટ મામલે ૨૧ વર્ષિય એક્ટિવિસ્ટ દિશા રવિની બેંગલુરુથી ધરપકડ

  • ગ્રેટા થનબર્ગ ટૂલકીટ મામલે દિલ્હી પોલીસને મળી મોટી સફળતા

 

ગ્રેટા થનબર્ગ ટુલકિટ મામલામાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે બેંગલુરૂથી ૨૧ વર્ષની ક્લાઇમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ કરી લીધી છે. ફ્રાઇડે ફોર યુચર કેમ્પેઇનના સંસ્થાપકોમાંથી દિશા રવિની શનિવારના રોજ ધરપકડ કરી લીધી છે. ૪ ફેબ્રુઆરીના રોજ દિલ્હી પોલીસે ટુલકિટને લઇને અજ્ઞાત લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. તેમના પર આરોપ છે કે દિશા રવિએ ખેડૂતો સાથે જોડાયેલ ટુલકિટને એડિટ કર્યા અને તેમાં કેટલીક વસ્તુઓ જોડીને તેને આગળ મોકલી હતી.

હકીકતમાં, ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમ્યાન ૨૬ જાન્યુઆરીના રોજ લાલ કિલ્લામાં થયેલી હિંસાની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસ ટુલકિટ મામલાની તપાસ પણ કરી રહી છે. પર્યાવરણ સંરક્ષક ગ્રેટા થનબર્ગે તાજેતરમાં જ એક ટુલકિટને ટ્વિટ કરી હતી. જેને બાદમાં હટાવી દેવામાં આવી હતી. તપાસમાં એવું જાણવા મળ્યું કે, આ ટુલકિટની સ્ક્રિપ્ટ રાઇટર એક ખાલિસ્તાની સંગઠન છે. આ મામલામાં દિલ્હી પોલીસ પડતાળ કરી રહી છે. એક ટુલકિટ મામલામાં હવે દિશા રવિની ધરપકડ કરી લેવામાં આવી છે.

દિલ્હી પોલીસે ગૂગલ અને અન્ય મોટી સોશિયલ મીડિયા કંપનીઓને ટૂલ કિટ દસ્તાવેજોમાં જે ઇ-મેઇલ આઇડી અને યુઆરએલની વાત કરી હતી તેની જાણકારીઓને લઇને સ્પષ્ટતા માંગી હતી. ખેડૂત આંદોલનને લઇને અમેરિકાની પૉપ સિગર રિહાના અને ગ્રેટા થનબર્ગ જેવી પ્રસિદ્ધ હસ્તીઓએ ટ્વિટ કર્યા હતાં. ગ્રેટાએ ટુલકિટની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ‘જો તમે પણ મદદ કરવા ઇચ્છો છો તો આ રહી ટુલકિટ.

દિલ્હી પોલીસના સ્પેશ્યલ કમિશનર પ્રવીર રંજનને કહૃાું હતું કે સોશ્યલ મીડિયાના મોનિટિંરગ દરમિયાન એક ટુલકિટ મળી આવ્યું હતું. તેના લેખક સામે હ્લૈંઇ નોંધવામાં આવી છે. તેમાં કોઈનું નામ નહોતું, આ માત્ર ટુલકિટ બનાવનારાની વિરૂદ્ધ હતું. પોલીસનું કહેવું હતું કે સોશ્યલ મીડિયા પર મોનિટિંરગ દરમિયાન પોલીસને એક એકાઉન્ટ દ્વારા એક દસ્તાવેજ મળ્યા છે જે ટુલકિટ છે. તેમાં ‘પ્રાયર એક્શન પ્લાન નામનું એક સેકશન છે. તેમાં ખેડૂત આંદોલન દરમિયાન શું કરવું તે વિશેની માહિતી આપી છે.